IPL-2024ગુજરાતટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

મુંબઈની હારની હેટ્રિક બાદ હાર્દિક પંડ્યા થયો ભાવુક, સોશિયલ મીડિયા પર લખી આ પોસ્ટ

Text To Speech

મુંબઈ, 02 એપ્રિલ: જ્યારે હાર્દિક પંડ્યા IPLમાં પહેલીવાર ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન બન્યો ત્યારે તેના માટે બધુ બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યા બાદ એવું રહ્યું નથી. એમ કહીએ કે બધું ખોટું ચાલી રહ્યું છે તો તેમાં કોઈ બે મત નથી. મુંબઈ ઈન્ડિયન્સ આ વર્ષની IPLમાં સતત ત્રણ મેચ હારી છે. જો કે આ માત્ર શરૂઆત છે, પરંતુ આ હારથી આખી ટીમ અને ફેન્સને પર ખૂબ અસર પડી છે. આ દરમિયાન MIના નવા કેપ્ટન હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર એક નવી પોસ્ટ મૂકીને સૌકોઈનું ધ્યાન ખેંચ્યું છે.

સતત ત્રણ મેચ હાર્યા બાદ હાર્દિકની પોસ્ટે સૌનું ધ્યાન ખેંચ્યું

હાર્દિક પંડ્યાએ પોસ્ટ કરીને લખ્યું કે, ‘આ ટીમ વિશે તમારે બધાએ એક વાત જાણવી જોઈએ. એ વાત એમ છે કે, અમે ક્યારે હારમાં નથી માનતા. અમે લડતા રહીશું અને આગળ વધતાં રહીશું.’ આ પોસ્ટમાં હાર્દિક પોતાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સની વાત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સાલ 2022માં જ્યારે હાર્દિક પહેલીવાર GTનો કેપ્ટન બન્યો તો, શરૂઆતની ત્રણમાંથી ત્રણેય મેચ જીતીને ટોપ ખેલાડીમાં ઊભરી આવ્યો હતો. આ વખતે તે મુંબઈનો કેપ્ટન બન્યો તો ત્રણેય મેચ હારી ચૂક્યો છે. પહેલી બે મેચમાં મુંબઈની ટીમ વિરોધી ટીમના ઘરે હારી જ્યારે એક મેચ તો તે પોતાના જ ઘરઆંગણે હારી ચૂકી છે.

રોહિતને હટાવીને હાર્દિકને કેપ્ટનશિપ સોંપવામાં આવી છે

આ વખતે હાર્દિક પંડ્યાને કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ આ જવાબદારી સોંપવામાં આવી છે, જેણે છેલ્લા દસ વર્ષમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે 5 IPL ટાઈટલ જીત્યા છે. જો કે હાર્દિક પંડ્યા અગાઉ માત્ર મુંબઈ ઈન્ડિયન્સ માટે જ રમ્યો હતો, પરંતુ તેણે બે વર્ષ માટે ટીમ છોડી દીધી હતી અને ગુજરાત ટાઇટન્સની જવાબદારી સંભાળી રહ્યો હતો. પરંતુ હવે તે કેપ્ટન તરીકે MIમાં પાછો ફર્યો છે. એવી ધારણા હતી કે આ વખતે તે મુંબઈ ઈન્ડિયન્સ માટે કંઈક આવું જ કરશે, જે સફળતા તેણે બે વર્ષ સુધી ગુજરાત ટાઇટન્સ માટે કેપ્ટન તરીકે મેળવી હતી, પરંતુ થયું બિલકુલ ઊલટું.

આ પણ વાંચો: સ્ટેડિયમ બન્યો અખાડો! MI vs GT મેચમાં ફેન્સ વચ્ચે થઈ જોરદાર મારામારી, જૂઓ વીડિયો

Back to top button