રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિ પર ભાવુક થયો હાર્દિક પંડ્યા, કહ્યું- ‘આપણે બધા તેમને મિસ કરીશું, પરંતુ…’
- હાર્દિકે કહ્યું કે આટલા વર્ષો સુધી તેમની સાથે રમવું ખૂબ જ સારું લાગ્યું. આપણે બધા તેમને યાદ કરીશું, પરંતુ આ શ્રેષ્ઠ વિદાય છે, જે આપણે અત્યારે તેમને આપી શકીએ છીએ
બાર્બાડોસ, 30 જૂન: ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બનતાની સાથે જ ચાહકો આનંદથી ઉછળી રહ્યા હતા, તો બીજી તરફ રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓએ નિવૃત્તિની જાહેરાત કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા. પ્રથમ, વિરાટ કોહલીએ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મેળવતા નિવૃત્તિની જાહેરાત કરી અને ત્યારબાદ રોહિત શર્માએ પણ પ્રેસ કોન્ફરન્સ બાદ T20I ફોર્મેટને અલવિદા કહી દીધું છે. આ બંને દિગ્ગજ નેતાઓની નિવૃત્તિ બાદ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. ત્યારે હવે ટીમના વાઇસ-કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તેમણે કહ્યું કે આપણે બધા આ બે દિગ્ગજોને મિસ કરીશું, પરંતુ આ શ્રેષ્ઠ વિદાય છે, જે આપણે અત્યારે તેમને આપી શકીએ છીએ.
હાર્દિક પંડ્યાનો એક વીડિયો ANI દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે, આ વીડિયોમાં તે કહી રહ્યો છે કે, “2026માં હજુ ઘણો સમય છે. હું રોહિત અને વિરાટ બંને માટે ખૂબ જ ખુશ છું… ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ, તેઓ સંપૂર્ણ રીતે લાયક છે. આટલા વર્ષો સુધી તેમની સાથે રમવું ખૂબ જ સારુ રહ્યું. આપણે બધા તેમને યાદ કરીશું, પરંતુ આ જ શ્રેષ્ઠ વિદાય છે, જે આપણે અત્યારે તેમને આપી શકીએ છીએ.”
#WATCH | On the retirement of Rohit Sharma and Virat Kohli from T20 international cricket, cricketer Hardik Pandya says, ” There is a lot of time for 2026. I am very happy for both Rohit and Virat…two giants and legends of Indian cricket thoroughly deserved this. It has been… pic.twitter.com/Jzejc0oixu
— ANI (@ANI) June 29, 2024
રોહિત બાદ હાર્દિક બની શકે છે કેપ્ટન
રોહિત શર્માની T20I નિવૃત્તિ બાદ હાર્દિક પંડ્યાને T20 ટીમની સંપૂર્ણ કેપ્ટનશીપ મળી શકે છે. ગત વર્ષે રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિકે ટીમની જવાબદારી સંભાળી હતી. આ વર્લ્ડ કપમાં તે ટીમનો વાઈસ કેપ્ટન પણ હતો.
રોહિત શર્માની કેપ્ટન તરીકેની સફર કેવી રહી?
રોહિત શર્માએ તેની 50મી જીત સાથે તેની T20I કેપ્ટનશીપ કારકિર્દીનો અંત કર્યો છે. આ ફોર્મેટમાં વિજયી અડધી સદી ફટકારનાર તે પ્રથમ કેપ્ટન બની ગયો છે. આ લિસ્ટમાં તેમના પછી પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ છે, જેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ટીમને 48 મેચ જીતાડવી છે.
આ પણ વાંચો: આતુરતાનો અંત : આખરે ભારત બન્યું વિશ્વ વિજેતા, ફરી T20 WC કબ્જે કર્યો