ટ્રેન્ડિંગફોટો સ્ટોરીસ્પોર્ટસ
હાર્દિક-નતાશા સ્ટેનકોવિક લગ્ન: હાર્દિક પંડ્યા-નતાશાના લગ્નની પ્રથમ તસ્વીર આવી સામે


હાર્દિક-નતાશા સ્ટેનકોવિક લગ્ન: ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ નતાશા સ્ટેનકોવિક સાથે ફરી લગ્ન કર્યા છે. આ લગ્ન ઉદયપુરમાં થયા હતા. આ પહેલા નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા એ ત્રણ વર્ષ પહેલા સાધારણ કોર્ટ મેરેજ કર્યા હતા.જે નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ ઉતાવળમાં લગ્ન કર્યા હતા.અને આ લગ્નને સાધારણ રીતે અને ખાનગી રાખવામાં આવ્યું હતું. હવે હાર્દિક પંડ્યા અને નતાશાએ વેલેન્ટાઈન ડેના અવસર પર ત્રણ વર્ષ પછી ફરી લગ્ન કર્યા છે.
હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘આપણે પ્રેમના આ ટાપુ પર વેલેન્ટાઈન ડેની ઉજવણી ત્રણ વર્ષ પહેલા લીધેલી પ્રતિજ્ઞાનું પુનરાવર્તન કરીને કરી હતી. અમારા પ્રેમની ઉજવણી કરવા માટે અમારા પરિવાર અને મિત્રો અમારી આસપાસ છે તે માટે અમે ખરેખર આશીર્વાદિત છીએ.’