ગુજરાતમાં વરસાદનાં રિસામણાં વચ્ચે છલકાયેલા જળાશયોની સંખ્યા ઘટી

- રાજ્યમાં બે સપ્તાહ પહેલાં 58 જળાશયો સંપૂર્ણ છલકાયેલા
- અત્યારે 207 જળાશયોમાંથી માંડ 36 જળાશય ઓવરફ્લો
- સરદાર સરોવરમાં અત્યારે 83.17 ટકા પાણીનો સંગ્રહ થયો
ગુજરાતમાં 15 દિવસ પહેલાં 58 ડેમ ઓવરફ્લો હતા, હવે ઘટીને 36 થયા છે. તેમજ વરસાદનાં રિસામણાં વચ્ચે છલકાયેલાં જળાશયોની સંખ્યા ઘટી છે. રાજ્યના 207 જળાશયોમાં 76.62 ટકા પાણીનો સંગ્રહ છે. ગુજરાતમાં બે સપ્તાહ પહેલાં 58 જળાશયો સંપૂર્ણ છલકાયેલા હતા.
આ પણ વાંચો: ગુજરાત: મહાઠગ અશોક જાડેજાનો એજન્ટ બાડમેરથી ઝડપાયો
ગુજરાતમાં બે સપ્તાહ પહેલાં 58 જળાશયો સંપૂર્ણ છલકાયેલા હતા
ગુજરાતમાં બે સપ્તાહ પહેલાં 58 જળાશયો સંપૂર્ણ છલકાયેલા હતા, જોકે વરસાદના રિસામણાં વચ્ચે અત્યારે 207 જળાશયોમાંથી માંડ 36 જળાશય ઓવરફ્લો છે એટલે કે 100 ટકા ભરાયેલા છે. સૌરાષ્ટ્રમાં 43 જળાશય સંપૂર્ણ છલાકાયેલા હતા, જે હવે માંડ 25 જળાશય ઓવરફ્લો છે. કચ્છમાં 8 જળાશય ઓવર ફ્લો હતા, હવે માંડ 4 સંપૂર્ણ છલકાયેલા રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં કોઈ ફેર પડયો નથી, 15 દિવસ પહેલાં જેટલા જ એટલે કે 4 જળાશય અત્યારે પણ ઓવરફ્લો છે, એ જ રીતે મધ્ય ગુજરાતમાં પણ 3 જળાશય 100 ટકા ભરાયેલા છે.
આ પણ વાંચો: ગુજરાત: કોન્ટ્રાક્ટ બેઝ જ્ઞાન સહાયક યોજના સામે રાજ્યભરમાં વિરોધ
દક્ષિણ ગુજરાત સહિતના આસપાસના પટ્ટામાં છુટાછવાયા વરસાદ વચ્ચે આ સ્થિતિ
નર્મદા વિભાગના ત્રીજી સપ્ટેમ્બરના સવારે 8 વાગ્યા સુધીના રિપોર્ટ પ્રમાણે ગુજરાતના 207 જળાશયમાં 76.62 ટકા પાણીનો સંગ્રહ થયો છે. દક્ષિણ ગુજરાત સહિતના આસપાસના પટ્ટામાં છુટાછવાયા વરસાદ વચ્ચે આ સ્થિતિ છે, પખવાડિયા પહેલાં રાજ્યના ડેમોમાં સરેરાશ 75 ટકા જેટલો સંગ્રહ હતો. આમ કુલ સંગ્રહમાં મામૂલી વધારો દેખાયો છે. ત્રીજી સપ્ટેમ્બરની સ્થિતિએ ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 74.36 ટકા પાણીનો સંગ્રહ થયો છે, એ જ રીતે મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 46.46 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 76.93 ટકા, કચ્છના 20 જળાશયોમાં 62.61 ટકા તદુપરાંત સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 82.33 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
સરદાર સરોવરમાં અત્યારે 83.17 ટકા પાણીનો સંગ્રહ થયો
આ ઉપરાંત સરદાર સરોવરમાં અત્યારે 83.17 ટકા પાણીનો સંગ્રહ થયો છે. પખવાડિયાની સરખામણીએ અહીં જળસંગ્રહ વધ્યો છે. ગુજરાતમાં અત્યારે 90 ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થયો છે તેવા જળાશયની સંખ્યા 92 છે. આ જળાશયોમાં હાઈએલર્ટ સિગ્નલ છે. એ જ રીતે 80થી 90 ટકા વચ્ચે પાણી સંગ્રહ થયો છે તેવા 24 જળાશયમાં એલર્ટ અને 70થી 80 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ થયો છે તેવા 16 જળાશયમાં વોર્નિંગ સિગ્નલ અપાયું છે. 70 ટકા કે તેથી ઓછું પાણી હોય તેવા જળાશયોની સંખ્યા 74 છે.