પંજાબના ખેડૂતોની રાજકીય લડાઈમાં નિર્દોષ રેલવે મુસાફરોને હેરાનગતિ
- પંજાબમાં રેલ રોકો આંદોલનનો આજે ત્રીજો દિવસ: અનેક ટ્રેનો રોકાઈ.
- માંગણીઓ માટે ખેડૂતોનો વિરોધ ચાલુ.
પંજાબમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલનનો આજે ત્રીજો દિવસ છે. રાજ્યમાં 13 જગ્યાએ રેલવે ટ્રેક પર ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, જેથી આ આંદોલનને કારણે અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે, જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
#WATCH पंजाब में चल रहे किसान आंदोलन का मुरादाबाद मंडल के परिचालन पर भी प्रभाव पड़ा है। लगभग 10 लोकल ट्रेन को रद्द और 12 लोकल ट्रेन को गंतव्य से पहले रोकना पड़ा है… यात्रियों को SMS के माध्यम से प्रभावित ट्रेन की सूचना दी जा रही है: किसानों के विरोध के कारण प्रभावित ट्रेन… pic.twitter.com/bPbtPVUXkI
— ANI_HindiNews (@AHindinews) September 30, 2023
રેલવે ડિવિઝન ફિરોઝપુરના મેનેજર સંજય સાહુએ ખેડૂતોને અપીલ કરતા કહ્યું છે કે ટ્રેનો રોકવાથી ગરીબ વર્ગના લોકો પરેશાન થઈ રહ્યા છે. ખેડૂત સંગઠનોએ સામાન્ય લોકોનું ધ્યાન રાખવું જોઈએ. ખેડૂત સંગઠનોએ 13 જગ્યાએ વિરોધ પ્રદર્શન કરીને રેલ્વે રોકી દીધી છે. ત્યારે મજીઠા સ્ટેશન પર ખેડૂતોનો વિરોધ હજી ચાલુ છે.
ખેડૂતોના રેલ રોકો આંદોલનથી રેલવે વિભાગને ભારે નુકસાન
ત્રણ દિવસથી ચાલી રહેલા પંજાબના ખેડૂતોનું રેલ રોકો આંદોલનના કારણે રેલવે વિભાગને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રેલ રોકો આંદોલનથી અનેક ટ્રેનો રદ્દ થઈ છે. જેને કારણે રેલવે વિભાગે 3100 મુસાફરોને 17 લાખ રુપિયા પાછા આપવાનો વારો આવ્યો હતો. આ ઉપરાંત 17 માલગાડીઓને બે દિવસથી અન્ય સ્ટેશનો પર રોકવામાં આવી છે. અન્ય 50 પેસેન્જર ટ્રેનોના રુટ બદલીને નિર્ધારિત સ્ટેશનો પર મોકલવામાં આવી હતી. જ્યારે અન્ય 48 પેસેન્જર ટ્રેનોને અન્ય સ્ટેશનો પર રોકવામાં આવી છે.
ક્યારે શરુ થયું રેલ રોકો આંદોલન?
પંજાબમાં ખેડૂત સંગઠનો એમએસપી અને રાજ્યમાં પૂરને કારણે થયેલા નુકસાન માટે વળતર સહિત અન્ય મુદ્દાઓની માંગ સાથે રેલ રોકો આંદોલન ચાલુ કરવામાં આવ્યુ છે. ખેડૂતોના આ આંદોલનને આજે ત્રીજો દિવસ છે. આ રેલ રોકો આંદોલન 28મી સપ્ટેમ્બરથી ચાલુ થયુ છે જે આજે પણ ચાલુ જ છે.
રેલ રોકો આંદોલન કેમ શરુ થયુ?
પંજાબના ખેડૂતો ફરી એકવાર સરકારથી નારાજ થતાં રેલ રોકો આંદોલન શરુ કર્યુ છે. ખેડૂતોએ પૂરથી થયેલા નુકસાનના વળતર અને MSP સહિતની અનેક માગણીઓ માટે કેન્દ્ર સરકાર સામે રેલ રોકો આંદોલન શરૂ કર્યું છે. ખેડૂતોએ 28, 29મી સપ્ટેમ્બરે રાજ્યમાં ઘણી જગ્યાએ ટ્રેનો રોકી હતી. જ્યારે આજે પણ એ જ રીતે ખેડૂતોએ ટ્રેનો રોકી છે.
#WATCH पंजाब: किसान मजदूर संघर्ष समिति के नेतृत्व में किसान रेलवे पटरियों पर बैठे हुए हैं और MSP के लिए समिति, दिल्ली में आंदोलन के संबंध में मामलों को वापस लेने और आंदोलन के दौरान मरने वाले किसानों के परिवारों के लिए मुआवजा और नौकरी सहित अपनी मांगों को लेकर ‘रेल रोको आंदोलन’ कर… pic.twitter.com/bWFG6Phwgr
— ANI_HindiNews (@AHindinews) September 29, 2023
શું છે ખેડૂતોની માંગ?
ખેડૂતોના આંદોલન દરમિયાન દિલ્હી બોર્ડર પર બેઠેલા ઘણા ખેડૂતો સામે કેસ નોંધવામાં આવ્યા હતા. આ પૈકીના ઘણા ખેડૂતો સામે નોંધાયેલા કેસો હજી પણ પાછા ખેંચવામાં આવ્યા નથી. ખેડૂતોની માંગ છે કે આ કેસો વહેલી તકે પાછા ખેંચવામાં આવે. આ ઉપરાંત લખીમપુર ખેરી ઘટના અંગે ખેડૂતો અવાજ ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ કેસમાં હજુ સુધી ન્યાય નથી મળ્યો તેને વહેલી તકે ન્યાય મળવો જોઈએ.
पंजाब में किसानों के रेल रोको आंदोलन का आज आखरी दिन देवीदासपुरा से सरवन सिंह किसान संघर्ष समिति नेता जानकारी देते हुए ।
दशहरे के दिन नरेन्द्र मोदी और कॉरपोरेट घरानों के रावण बनाकर जलाएंगे #किसान#FarmersProtest pic.twitter.com/3JYMjQZixE— Ashok Danoda🚜 (@ashokdanoda) September 30, 2023
ઉપરાંત, ખેડૂતોએ રાજ્યમાં ઘણી જગ્યાએ પૂરને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે 50,000 કરોડ રૂપિયાના પેકેજની માંગ કરી છે. આ ઉપરાંત તેઓ એમએસપી ગેરંટી કાયદો બનાવવા, મનરેગા યોજના હેઠળ દર વર્ષે 200 દિવસની રોજગારી, સ્વામીનાથન કમિશનના અહેવાલને લાગુ કરવા, ખેડૂતો અને મજૂરોનું કુલ દેવું માફ કરવાની માંગ પર પંજાબના ખેડૂતો અડગ છે. ખેડૂતોએ વધુમાં જણાવ્યું છે કે 3 દિવસના રેલ રોકો આંદોલન દરમિયાન જો કેન્દ્ર સરકાર અમારી વાત નહીં સાંભળે તો આ આંદોલન સમગ્ર દેશમાં લંબાવવામાં આવશે.
આ પણ વાંચો: એસ જયશંકરે વિદેશી ધરતી પર કેનેડાને આડે હાથ લઈ સટ્ટા સટ્ટી બોલાવતા વિશ્વ જોતું રહ્યું.. જાણો શું કહ્યું