હર- હર શંભુ, 27 દિવસમાં 8 લાખ શ્રધ્ધાળુઓએ કરી કેદારનાથની યાત્રા
- ઉતરાખંડના પયૅટન વિભાગ દ્વારા યાત્રિકોના આંકડા જાહેર કરાયા
- રોજ આશરે 40 લાખ યાત્રિકો ચારધામ આવી રહ્યા છે
- ભીડને નિયંત્રિત કરવા માટે સરકારે 15મે સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન બંધ કર્યું
- 24મે સુ઼ધી લંબાઈ તારીખ
કેદારનાથ મંદિર ઉત્તર ભારતમાં પવિત્ર યાત્રાધામો માંનું એક છે, જે સમુદ્ર સપાટીથી 3584 મીટરની ઉંચાઈ પર મંદાકિની નદીના કિનારે આવેલું છે. આ પ્રદેશનું ઐતિહાસિક નામ “કેદારખંડ” છે. કેદારનાથ મંદિર ઉત્તરાખંડમાં ચાર ધામ અને પંચ કેદારનો એક ભાગ છે અને ભારતમાં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. એવું માનવામાં આવે છે કે ચારધામની યાત્રા સૌથી અઘરી અને મહત્વપૂણ યાત્રા માંથી એક છે. અટલી મુશ્કેલ યાત્રા હોવા છતાં દર વર્ષ યાત્રિકોની સંખ્યામાં વધારો જોવા મળે છે. ત્યારે યાત્રિકો ચારધામ જવાની તૈયારી વર્ષો વર્ષથી કરતા હોય છે.
અત્યાર સુધી 8 લાખથી વધુ યાત્રિઓ
22 અપ્રિલથી કેદારનાથના દ્વાર શ્રધ્ધાળું માટે ખોલવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં લાખો શ્રધ્ધાળું ચારધામની યાત્રા કરી રહ્યા છે. ઉતરાખંડના પયૅટન વિભાગ દ્વારા યાત્રિકોના આંકડા જાહેર કર્યા અનુસાર અત્યાર સુધી 8 લાખથી વધુ યાત્રિઓ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની મુલાકાત લઇ ચુક્યા છે આ આંકડો ફક્ત 27 દિવસનો જ છે. રોજના લગભગ 40 લાખ યાત્રિકો બાબા ભોલેનાથના દર્શન કરવા આવી રહ્યા છે .
24મે સુ઼ધી લંબાઈ તારીખ
કેદારનાથ જવા માટે પરોઢે 3 વાગ્યાથી સોનપ્રયાગમાં ભક્તોની કતાર લાગી હતી. સવારે 6 વાગ્યે ભક્તોનો પ્રથમ ટુકડો ધામ માટે રવાના થયો હતો. વધતી ભીડને નિયંત્રિત કરવા સરકારે 15મે સુધી રજીસ્ટ્રેશન બંધ રાખવામાં આવ્યા હતા જેની તારીખોમાં ફેરફાર કરતા આ પ્રતિબંધ 24 સુધી વધારવામાં આવ્યો છે .
આ પણ વાંચો :વડોદરામાં તૈયાર કરાયેલ 60 ક્વિન્ટલ વજનના ભવ્ય કાંસાના ‘ૐ’ કેદારનાથ ધામમાં સ્થાપિત કરવામાં આવશે