15 ઓગસ્ટકચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

હર ઘર તિરંગા : ગુજરાતમાં સૌથી મોટો 250 ફૂટ લંબાઈનો ધ્વજ રાજકોટની બિલ્ડીંગમાં લાગ્યો

Text To Speech

દેશભરમાં આજથી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 75માં સ્વતંત્રતા પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી શરૂ કરવામાં આવી છે. આજથી ત્રણ દિવસ માટે ભારતભરમાં દરેક ઘરોમાં રાષ્ટ્રનું પ્રતીક આન બાન શાન તિરંગો રાખવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે ત્યારે આ અપીલને માન્ય રાખી રાજકોટમાં આજે ગુજરાતનો સૌથી મોટો તિરંગો જેની લંબાઈ 250 ફૂટ છે તે સૌરાષ્ટ્રની સૌથી ઉંચી 22 માળની બિલ્ડીંગમાં લગાવવામાં આવ્યો છે.

નાનામવા રોડ પર આવેલી સિલ્વર હાઈટ્સ બિલ્ડીંગમાં ત્રણ દિવસ રહેશે ધ્વજ
આ અંગે મળતી માહિતી મુજબ ગુજરાતનો સૌથી મોટો ધ્વજ જે બિલ્ડીંગમાં લાગેલો છે તે શહેરમાં નાનામવા રોડ ઉપર આવેલી છે. અહીંની 22 માળની સિલ્વર હાઈટ્સ સોસાયટી કે જે સૌરાષ્ટ્રનું સૌથી ઊંચું બિલ્ડિંગ ધરાવે છે તેમજ રાજકોટના પોશ વિસ્તારમાં એનો સમાવેશ થાય છે. આ સોસાયટીના લોકો પણ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાયા છે અને સૌથી મોટો તિરંગો લહેરાવ્યો છે. સોસાયટીના મુકેશભાઇ શેઠે જણાવ્યું હતું કે અમારી સોસાયટીના એસોસિયેશને સાથે મળી નક્કી કર્યું હતું કે આપણે પણ ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાઈશું. માટે અમે રાજકોટ ખાતે જ એક 250 ફૂટ લાંબો અને 24 ફૂટ પહોળો તિરંગો તૈયાર કરી બિલ્ડિંગ પર લગાવ્યો છે. રાત્રિ દરમિયાન પણ દૂરથી લોકો નિહાળી શકે એ માટે લાઇટિંગ પણ કરવામાં આવ્યું છે.

એક લાખનો ખર્ચ થયો, એક કિલોમીટર દૂરથી પણ દેખાય
આ અંગે વધુમાં મુકેશભાઈએ જણાવ્યું હતું કે, અંદાજે 1 લાખના ખર્ચે આ આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં જ આ તિરંગો બનાવવામાં આવ્યો છે અને એની પાછળ પાંચ દિવસનો સમય લાગ્યો છે. આ ઉપરાંત અમે કાળજી લીધી છે કે પવનમાં કે બીજી કોઈ રીતે તિરંગાને નુકસાન ન પહોંચે છે. આ તિરંગો 15 ઓગસ્ટ સુધી રાખવાના છીએ અને 16મી ઓગસ્ટે એને ફોલ્ડ કરી મૂકી દઈશું. 150 ફૂટ રિંગ રોડ પરથી એક કિલોમીટર દૂરથી પણ આ તિરંગાને લોકો નિહાળી શકે છે.

Back to top button