ટ્રેન્ડિંગધર્મયુટિલીટી

Happy Uttarayan: શનિ દોષ દુર કરવા માટે મકરસંક્રાંતિ પર કરો આ વસ્તુઓનું દાન

Text To Speech

હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિનું વિશેષ મહત્ત્વ હોય છે. આ દિવસે સુર્ય ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશે છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને દાનનો મહિમા છે. વૈદિક પંચાંગ અનુસાર આ વર્ષે મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીએ મનાવાશે. આ દિવસે સવારે 8.21 મિનિટે સુર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. આવો જાણીએ મકરસંક્રાંતિના દિવસે કઇ વસ્તુનુ દાન કરવુ જોઇએ.

Happy Uttarayan: શનિ દોષ દુર કરવા માટે મકરસંક્રાંતિએ કરો આ વસ્તુઓનું દાન Hum dekhenge news

કાળા તલનું દાન

 મકરસંક્રાંતિએ પવિત્ર નદીમાં સ્નાન કર્યા બાદ ગરીબ અને જરૂરિયાતમંદને કાળા તલનું દાન કરવાથી શનિ દોષ દુર થાય છે.

અડદ

 શનિ દોષ દુર કરવા માટે મકરસંક્રાંતિએ અડદની દાળ કે તેમાંથી બનેલી ખીચડીનું દાન ગરીબોને કરવાનું શુભ માનવામાં આવે છે.

ઉનના વસ્ત્રો કે બ્લેન્કેટ

મકરસંક્રાંતિના દિવસે ગરીબ અને જરૂરિયાતમંદોને ઉનના વસ્ત્રો કે બ્લેન્કેટનું દાન કરવાથી રાહુ દોષમાંથી છુટકારો મળે છે.

ગોળનું દાન

મકરસંક્રાંતિના દિવસે ગોળનું દાન કરવાથી સુર્ય અને શનિદેવ પ્રસન્ન થાય છે.

Happy Uttarayan: શનિ દોષ દુર કરવા માટે મકરસંક્રાંતિએ કરો આ વસ્તુઓનું દાન Hum dekhenge news

મકરસંક્રાંતિએ દાન કરવાથી સુખ સમૃદ્ધિ વધે છે

મકરસંક્રાંતિ પર શશ અને માલવ્ય યોગનું હોવું દાન માટે શુભ છે. આ દિવસે ગોળ, તલ, મગની દાળ, ચોખા, તાંબુ, સોનું, કપડાંનું દાન કરવાથી હજાર ગણું વધુ ફળ મળે છે. ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા થાય છે. મકર સંક્રાંતિ પર સુકર્મ યોગ પણ છે. આ દિવસે દાન કરવાથી પિતૃઓ પણ પ્રસન્ન થાય છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે. આ દિવસે પિતા એટલે કે સૂર્ય અને પુત્ર શનિ અને શુક્ર મકર રાશિમાં રહેશે. એક રાશિમાં ત્રણેય ગ્રહોની હાજરી પોતાનામાં વિશેષ માનવામાં આવે છે. તે એક રીતે શશ યોગ અને માલવ્ય યોગનું સર્જન કરે છે.

શશ અને માલવ્ય યોગ દાયકાઓમાં એકાદ વાર રચાય છે

શશ અને માલવ્ય યોગનું સંયોજન દાયકાઓમાં એકવાર રચાય છે. આ યોગ ખાસ કરીને મકરસંક્રાંતિ માટે ફળદાયી છે. આ યોગમાં કાળા તલ અને ગોળનું દાન કરવાથી બધી પરેશાનીઓ દૂર થાય છે.

આ પણ વાંચોઃ શું તમને પણ વધુ ઠંડી લાગે છે? શરીરમાં આ વસ્તુઓની ઉણપ હોઇ શકે

Back to top button