Happy Rose Day: જાણો કયા રંગના ગુલાબનું શું છે મહત્ત્વ, કેવી રીતે કરશો નક્કી?
પોતાના પ્રેમને વ્યક્ત કરવા માટે કેટલાય લોકો આખુ વર્ષ ફેબ્રુઆરી મહિનાની રાહ જોતા હોય છે. આખરે પ્રેમનો એ મહિનો આવી જ ગયો છે. આજથી વેલેન્ટાઇન વીકની શરૂઆત થઇ ચુકી છે. વેલેન્ટાઇ વીકનો પહેલો અને સૌથી મહત્ત્વનો દિવસ એટલે કે રોઝ ડે. આજના દિવસે કોઇ પણ વ્યક્તિ પોતાના પ્રિય પાત્રને ગુલાબનું ફુલ આપી શકે છે. બિલકુલ જરૂરી નથી કે તમારુ પ્રિય પાત્ર પ્રેમી કે પ્રેમિકા જ હોય. તમારી ફેવરિટ વ્યક્તિને પણ તમે રોઝ આપી શકો છો. તમારા ખાસ મિત્રો પણ તેના હકદાર છે. જાણો કયા રંગના ગુલાબનું શું છે મહત્ત્વ
લાલ ગુલાબ
લાલ ગુલાબ ગ્રીક દેવી એફ્રોડાઈટ સાથે જોડાયેલું છે. જયારે તેનો પ્રેમી એડોનિસ ઘાયલ થયો ત્યારે તેની પાસે જતા ગુલાબના કાંટા તેના પગમાં વાગી ગયા હતા. લોહીના કારણે ગુલાબનો રંગ લાલ થઈ ગયો હતો. જેના કારણે લાલ ગુલાબને ગાઢ પ્રેમનુ પ્રતીક માનવામાં આવે છે. તમે કોઈને પ્રેમ છો તો એ પ્રેમની અનુભુતિ તમે લાલ ગુલાબ આપીને કરાવી શકો છો.
પિંક રોજ
જો કોઈ તમારો ખુબ સારો મિત્ર છે તો તમે આ દિવસે તેને પિંક રોઝ ગિફ્ટ કરી શકો છો. ફ્રેન્ડશીપ સિવાય આ કલરના ગુલાબ સામેવાળી વ્યક્તિ પ્રત્યે તમારા આકર્ષણને દર્શાવે છે. તમે કોઈને મનમાં ચાહો છો તો આ રોઝ ડે પર પિંક રોઝ આપી તમારા દિલની લાગણીઓ દર્શાવી શકો છો.
પીળું ગુલાબ
પીળા રંગનો ગુલાબ આપી તમે મિત્રતાની શરૂઆત કરી શકો છો. તમે કોઇ વ્યક્તિના મિત્ર છો અથવા બનવા ઇચ્છો છો તો તમે તેને પીળુ ગુલાબ આપી શકો છો. પીળુ ગુલાબ સામેવાળી વ્યક્તિ પ્રત્યે તમારી સંભાળ દર્શાવે છે.
પીચ રોઝ
તમે તમારી લાઈફમાં કોઈનો આભાર વ્યક્ત કરવા માંગતા હોવ તો તેને પીચ રોઝ આપી શકો છો. આ સિવાય તમે કોઈની સુંદરતાના વખાણ કરવા ઈચ્છતા હોવ તો પણ આ ગુલાબ આપી શકો છો.
ઓરેન્જ રોઝ
ઓરેન્જ ગુલાબ ઉત્સાહ અને પેશનનું પ્રતિક છે. જો તમે કોઈને પસંદ કરો છો તો આ રોઝ ડે પર તેને ઓરેન્જ ગુલાબ આપી તમારી ફીલિંગ્સ દર્શાવી શકો છો.
સફેદ ગુલાબ
સફેદ ગુલાબ શાંતિ અને શુદ્ધતાનું પ્રતીક છે. સફેદ ગુલાબ આપવાનો અર્થ એ છે કે તમે શાંતિપુર્ણ સંબંધો ઇચ્છો છો. કોઈની માફી માંગવી હોય તો પણ તમે સફેદ ગુલાબ આપી શકો છો.
આ પણ વાંચોઃ બાર્બી ડોલ : શ્રદ્ધા કપૂરએ શેર કર્યા ફોટા