બનાસકાંઠા જિલ્લાની બાળ કલ્યાણ સમિતિના પ્રયત્નોથી બાળકનું પરિવાર સાથે સુખદ મિલન
પાલનપુર- 29 ઓગસ્ટ 2024, આજથી અંદાજે એક વર્ષ પહેલા વર્તમાન પત્રોના માધ્યમથી જાણવા મળેલ કે બનાસકાંઠા જિલ્લામાં એક બાળકને તેની માતાએ એક રૂમમાં ચાર મહિનાથી સાંકળથી બાંધીને રાખેલ હતો આ બાળકને ફક્ત બારીમાંથી જમવાનું આપવામાં આવતું હતું તે સિવાયની બાળકની તમામ દિનચર્યા આ રૂમની ચાર દીવાલોમાં જ થતી હતી જેના કારણે બાળક માનસિક સંતુલન ગુમાવી બેઠેલ હતું. જે બાબતની જાણ જિલ્લા વહીવટી તંત્રને થતા ચેરમેન બાળ કલ્યાણ સમિતિના માર્ગદર્શનથી જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમ દ્વારા પોલીસ તંત્રની મદદથી બાળકને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
બાળકને સાઈક્રેટરીક ટ્રીટમેન્ટ અપાવવામાં આવી
પાલનપુર સિવિલ હોસ્પિટલમાં બાળકને સાઈક્રેટરીક ટ્રીટમેન્ટ અપાવવામાં આવી હતી અને બાળ ગૃહ દ્વારા બાળકને પ્રેમ અને હુફ આપીને ચાલુ સાઈક્રેટરીક ટ્રીટમેન્ટ અંતર્ગત બાળકને અંદાજે છેલ્લા એક વર્ષથી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ પાલનપુર ખાતે રાખવામાં આવેલ. છેલ્લા એક વર્ષથી બાળકનું સતત કાઉન્સલિંગ કરવામાં આવતું હતું અને ચેરમેન બાળ કલ્યાણ સમિતિના માર્ગદર્શનથી સમગ્ર બાળ સુરક્ષા ટીમ દ્વારા બાળકના કૌટુંબીક અને સામાજિક પુનઃસ્થાપન માટે સતત પ્રયત્નો કરવામાં આવતા હતા. તેના ફળ સ્વરૂપ તા.28 ઓગસ્ટ 2024 ના રોજ બાળ કલ્યાણ સમિતિ બનાસકાંઠા દ્વારા અન્ય જિલ્લામાં સ્થાયી બાળકના પરિવાર સાથે સંકલન સાધી બાળકનું પરિવારમાં પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃબનાસકાંઠાઃ ડીસાના માલગઢના ખેડૂતની ભૂગર્ભ જળસંચયની આગવી પહેલ