Happy Promise Day: આ વચનો તમારા પાર્ટનરને આપવાનું ન ભુલતા
પ્રેમનું આ અઠવાડિયુ કપલ્સ માટે એક તહેવાર જેવું હોય છે. એ લોકો જેઓ પોતાના ક્રશ કે મિત્ર સાથે રિલેશનશિપમાં આવવા ઇચ્છતા હોય તેમના માટે તો આ દિવસો પરીક્ષા સમાન હોય છે. વેલેન્ટાઇન વીકનો પાંચમો દિવસ પ્રોમિસ ડે તરીકે ઉજવાય છે. આ દિવસે પ્રેમી-પ્રેમિકા એકબીજાને પ્રોમિસ આપે છે. તમે પણ તમારી ગમતી વ્યક્તિને આવા પ્રોમિસ આપી શકો છો. આ એવા પ્રોમિસ છે જે તમારા સંબંધોને મજબુત બનાવવામાં મદદ કરે છે. જ્યારે તમે તમારા પાર્ટનરની ખુશીનો ખ્યાલ રાખો છો અને તેની સાથે જીવન જીવવાનુ વિચારો છો ત્યારે આ સપનાને પુરૂ કરવા માટે ઘણા વાયદા કરો છો. આમ કરવાથી સંબંધોની ડોર મજબૂત બને છે. તમે એવા કયા પ્રોમિસ આપી શકો છો જેનાથી એકબીજાનો વિશ્વાસ જીતી શકો. તો આ છે પ્રેમના સાચા પ્રોમિસ
જેવા છો તેવા જ રહેજો
કોઇ પણ વ્યક્તિ તમને તમે જે છો એજ વસ્તુને પ્રેમ કરે છે. જ્યારે કોઇ કપલ રિલેશનશિપમાં આવે છે તો તે પાર્ટનરની પસંદ નાપસંદને ધ્યાનમાં રાખીને જીવવાનું શરૂ કરી દે છે. પોતાની આદતો બદલવા લાગે છે. આવા સંજોગોમાં તમે તમારુ વ્યક્તિત્વ ગુમાવી દો છો અને લાંબા સમય બાદ દબાણ અનુભવો છો. આવા સંજોગોમાં કપલ એકબીજાને એ પ્રોમિસ આપી શકે છે કે પોતે જેવા છે તેવા જ રહેશે. સામે પક્ષે પાર્ટનર પણ તમને બદલાવા અંગે નહીં કહે.
આ છે પ્રેમનો બીજો વાયદો
હંમેશા એક ટીમ બનીને રહેવું. જો તમે બંને હંમેશા એકબીજાની સાથે રહેશો. એકબીજા માટે સ્ટેન્ડ લેશો તો તમારે ક્યારેય કોઇ પ્રોબલેમ નહીં થાય. પાર્ટનર માટે તમારી પાસે હંમેશા સમય રહેશે. તેમને ક્યારેય એકલતાનો અનુભવ ન થવા દેતા. સારા ખોટા સમયે તેમને સાથ આપજો.
વિશ્વાસ સૌથી મહાન હોય છે
કોઇ પણ સંબંધો ભરોસા પર ટકે છે. તેથી તમારા પાર્ટનરને પ્રોમિસ આપો કે તમે હંમેશા તેના વિશ્વાસને જાળવી રાખશો. સંબંધોમાં ક્યારેય વિશ્વાસઘાત નહીં કરો. એવા તમામ કામ બંને પક્ષે કરવા પડશે જે એકબીજામાં વિશ્વાસ જગાવે. એવા કોઇ કામ ન કરતા જે તેમના વિશ્વાસને ડગમગાવે.
સપના પુરા કરજો સાથે મળીને
આપણે કોઇ પણ સંબંધોમાં હથેળીમાં ચાંદ તારા બતાવવાના નથી કે તેવા વાયદા પણ કરવાના નથી. કેટલીક વાર કોઇ પાર્ટનર વધુ પડતા ડોમિનેટિંગ હોય છે. જો તેવા બનશો તો લાંબા ગાળે સંબંધોમાં હુંફ નહીં જળવાય. સપના જોજો સાથે મળીને અને સાથે મળીને તેને પુરા પણ કરજો
સન્માન કોણ નથી ઇચ્છતું
દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેને સંબંધોમાં સન્માન મળે. જેવું સન્માન તમે તમારા મિત્રોનું, બોસનું, સહકર્મીઓનું કરો છો. તેવું જ સન્માન તમારા પ્રેમના સંબંધોનું પણ થવું જોઇએ. જો તમે તમારા પાર્ટનરનું રિસ્પેક્ટ નહીં કરો તો કદાચ બીજુ કોઇ તે નહીં કરે. પ્રોમિસ ડે પર એક બીજાને સન્માન આપવાનો પણ વાયદો કરજો.
આ પણ વાંચોઃ મૌનીનો આ સુપરહોટ અંદાજ તમે જોયો કે નહી