ગુજરાતમાં ધો-10ના વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા
- પરિણામની રાહ જોઈ રહ્યા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવવાનો છે
- વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ પોતાનું રિઝલ્ટ મેળવી શકશે
- ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ મળશે
ગુજરાતમાં ધો-10ના વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેમાં ધોરણ 10નું પરિણામ 11મી મેના રોજ આવશે. તેમજ ધોરણ 10ના પરિણામ બાદ પૂરક પરીક્ષા આપી શકાશે. ત્રણ પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. જેમાં ત્રણ પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે.
આ પણ વાંચો: ગુજરાતમાં બે દિવસ બાદ પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થશે, જાણો ક્યા પવન સાથે વરસાદ ખાબકશે
પરિણામની રાહ જોઈ રહ્યા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવવાનો છે
અગાઉ બે પૂરક પરીક્ષા આપી શકાતી હતી. લાંબા સમયથી પરિણામની રાહ જોઈ રહ્યા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવવાનો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષાના પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી), ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજસેટ-2024 પરીક્ષાનું પરિણામ ગઇકાલે જાહેર કરાયું હતુ.
વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ પોતાનું રિઝલ્ટ મેળવી શકશે
ગઇકાલે ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 9 કલાકે આ પરિણામ મુકાયું હતુ. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (સીટ નંબર) એન્ટર કરીને મેળવી શકે છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવ્યું હતુ. ગઇકાલે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ હવે ધોરણ 10નું પરિણામ 11 તારીખે જાહેર થશે.
તારીખ 11 મેના રોજ સવારે આઠ વાગ્યે ધોરણ 10નું પરિણામ જાહેર થશે
તારીખ 11 મેના રોજ સવારે આઠ વાગ્યે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ પર જઈને બોર્ડની પરીક્ષાનું પરિણામ જોઈ શકશે. આ સાથે જ વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ પોતાનું રિઝલ્ટ મેળવી શકશે.