ભારતીય ટીમ માટે ખુશ ખબર! રાજકોટ ટેસ્ટમાં અશ્વિનની ફરી વાપસી
- ટીમ ઈન્ડિયા રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રમી રહી છે
રાજકોટ, 18 ફેબ્રુઆરી: ભારતીય ટીમના સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની વાપસી પર BCCIએ મોટું અપડેટ આપ્યું છે. તે ટૂંક સમયમાં રાજકોટમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાવા જઈ રહ્યો છે. ભારતના સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ફરી ભારતીય ટીમ સાથે જોડાશે. ટીમ ઈન્ડિયા હાલ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રમી રહી છે. ટેસ્ટ શ્રેણીના બીજા દિવસે અશ્વિન ફેમિલી ઇમરજન્સીને કારણે મેચની બહાર રહ્યો હતો.
🚨 UPDATE 🚨: R Ashwin set to rejoin #TeamIndia from Day 4 of the 3rd India-England Test.#INDvENG | @IDFCFIRSTBankhttps://t.co/rU4Bskzqig
— BCCI (@BCCI) February 18, 2024
અશ્વિનની વાપસી પર મોટું અપડેટ
આર. અશ્વિન ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે રાજકોટમાં ભારતીય ટીમ સાથે જોડાવા પરત ફરી રહ્યો છે. તે ત્રીજા દિવસની રમત સંપૂર્ણ રીતે રમી શક્યો નહોતો. BCCIએ અપડેટ કર્યું છે કે, તે શ્રેણીના ચોથા દિવસે જ ટીમ સાથે જોડાશે. ચોથા દિવસની રમત પહેલા યજમાન પ્રસારણકર્તા સાથે વાત કરતા કુલદીપ યાદવે કહ્યું હતું કે, એશભાઈ કદાચ વાપસી કરી શકે છે. આવી સ્થિતિમાં અશ્વિન લંચ સુધી રાજકોટમાં હોઈ શકે છે. આખો દિવસ મેદાનથી દૂર વિતાવવા છતાં અશ્વિન જરૂર પડ્યે બોલિંગ કરવા માટે ઉપલબ્ધ રહેશે.
ટીમ ઈન્ડિયાના મોટા મેચ વિનર્સમાંના એક
રવિચંદ્રન અશ્વિનની વાપસી ટીમ ઈન્ડિયા માટે રાહતના સમાચાર છે. અશ્વિને ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 1 વિકેટ લઈને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 500 વિકેટ પૂરી કરી હતી. તે ભારત માટે સૌથી ઝડપી 500 વિકેટ લેનારો બોલર બની ગયો છે. તેણે અત્યાર સુધી ભારતીય ટીમ માટે 98 ટેસ્ટ મેચમાં 500 વિકેટ ઝડપી છે. જેમાં 34 વખત 5 વિકેટ લેવાનો સમાવેશ થાય છે.
જયસ્વાલ ચોથા દિવસે કરશે બેટિંગ
ભારત તરફથી ઓપનર યશસ્વી જયસ્વાલે બીજી ઇનિંગમાં 133 બોલમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 104 રન બનાવ્યા હતા. પરંતુ કમરના દુખાવાના કારણે તે રમતના ત્રીજા દિવસે હર્ટ થઈ ગયો હતો. યશસ્વી જયસ્વાલ વિશે અપડેટ આપતાં કુલદીપ યાદવે કહ્યું કે, જયસ્વાલ ચોથા દિવસે પોતાની ઇનિંગ ફરી શરૂ કરી શકશે.
આ પણ જુઓ: 9 Four, 5 Six… યશસ્વી જયસ્વાલની શાનદાર સદી, સેહવાગ અને માંજરેકરની કરી બરાબરી