ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રકૃષિખેતીગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ખેડૂતો માટે ખુશીના સમાચાર: આવી ગઈ 17માં હપ્તાની તારીખ, જાણો ક્યારે આવશે ખાતામાં પૈસા

Text To Speech
  • પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર છે. 17મા હપ્તાની તારીખ નક્કી કરવામાં આવી

દિલ્હી, 13 જૂન: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 17મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતોની રાહનો અંત આવવાનો છે. કેન્દ્રમાં એનડીએ સરકારની રચના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર્જ સંભાળ્યો કે તરત જ તેમણે સૌથી પહેલું કામ ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિના આગામી હપ્તાને મંજૂરી આપવા માટેની ફાઇલ પર હસ્તાક્ષર કરવાનું કામ કર્યું હતું. જો કે એ સમયે તેની તારીખ જાહેર કરવામાં આવી ન હતી, પરંતુ આજે તેની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. 18 જૂન, 2024 ના રોજ અન્નદાતાઓના ખાતામાં 17માં હપ્તાની રકમ જમા કરવામાં આવશે.

પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો વારાણસીથી ખેડૂતોને ભેટ આપશે

PM મોદી 18 જૂને તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં હશે જ્યાંથી તેઓ કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો ખેડૂતોને ભેટ આપશે. દેશના 9.3 કરોડ ખેડૂતોને કેન્દ્ર સરકાર તરફથી આ નાણાકીય મદદ સીધી તેમના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBT દ્વારા મળશે. દરેક પાત્ર ખેડૂતના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે અને આ વખતે કેન્દ્ર સરકાર 17મા હપ્તા દ્વારા ખેડૂતોના ખાતામાં કુલ 20 હજાર કરોડ રૂપિયા મોકલશે.

શું છે પીએમ કિસાન સન્માન નિધિ?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 24 ફેબ્રુઆરી 2019 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ યોજનામાં ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. સરકાર આ પૈસા 2000 રૂપિયાના ત્રણ હપ્તામાં આપે છે અને અત્યાર સુધીમાં કુલ 16 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે. ખેડૂતો 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: ગીર-તાલાળાથી અમેરિકા, વાયા…આવી રીતે કેસર કેરી પહોંચે છે ગોરાઓ પાસે

Back to top button