Happy Marriage Life વધારે છે જિંદગીના વર્ષોઃ અભ્યાસમાં થયા ચોંકાવનારા ખુલાસા
- લગ્ન ન કરવાના નુકશાન વધુ છેઃ સંશોધન
- પરિણીત કરતા અપરિણીત વધુ બિમાર પડે છે
- અપરિણીત મહિલાઓમાં વહેલી ઉંમરે મોતનું જોખમ
આજ પછી કોઇને ‘ક્યારેય લગ્ન ન કરવા’ એવી ખોટી સલાહ ન આપતા અને તમે પણ ક્યારેય એવી ખોટી વાતો સાંભળતા નહીં. પરિવારની જવાબદારીઓના કારણે છીનવાઇ જતી આઝાદીનું દુઃખ તમને ક્યારેક એવુ કહેવા મજબૂર કરે છે, પરંતુ આજે એક અભ્યાસમાં હેપી મેરેજ લાઇફને લઇને કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. કદાચ આ વાંચીને લગ્ન ન કરવા ઇચ્છતા લોકોનું મન પણ બદલાઇ જશે.
તાજેતરમાં એક અભ્યાસમાં સામે આવ્યુ છે કે લગ્ન કરનારી વ્યક્તિ સ્વસ્થ જીવન જીવી શકે છે. લગ્ન કરનારી વ્યક્તિનુ આયુષ્ય લગ્ન ન કરનારી વ્યક્તિની સરખામણીમાં વધુ હોય છે.
મહિલાઓ પર કરાયો અભ્યાસ
ગ્લોબલ એપિડેમિયોલોજીમાં પ્રકાશિત અભ્યાસ મુજબ લગ્ન કરેલી મહિલાઓમાં મોતનુ જોખમ એ મહિલાઓ કરતા 35 ટકા ઓછુ છે જેણે લગ્ન કર્યા નથી. આ અભ્યાસમાં 11,830 મહિલાઓને સામેલ કરાઇ હતી. જોકે ડિવોર્સ લેનારી મહિલાઓમાં મૃત્યુનુ જોખમ 19 ટકા વધુ હોય છે.
પરિણીત પુરુષો પર કરાયો અભ્યાસ
અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીના એક નવા અભ્યાસમાં જાણવા મળ્યુ કે પરિણિત પુરુષો લાંબુ અને સ્વસ્થ જીવન જીવે છે. અપરિણિત પુરુષોમાં બિમારીઓનું પ્રમાણ વધુ હોય છે. આ અભ્યાસમાં 45થી 85 વર્ષના 6800 અમેરિકન પુરુષોને સામેલ કરાયા હતા.
પરિણીત વ્યક્તિઓને જીવલેણ બિમારીઓનો ખતરો ઓછો
પરિણીત લોકોમાં હાર્ટ ડિસીઝ, ડિપ્રેશન, એકલતા, ડિમેન્શિયા, શુગર, સ્કિન કેન્સરનુ જોખમ ઓછુ રહે છે. તેનું કારણ એ છે કે પરિણીત લોકો પોતાના સ્વાસ્થ્યને લઇને સારી જીવનશૈલીનું પાલન કરે છે. જે સામાન્ય રીતે સિંગલ વ્યક્તિઓમાં ઓછુ જોવા મળે છે.
લગ્ન કરવાના આ પણ છે ફાયદા
લગ્ન તમને સારી કરિયર માટે પણ પ્રોત્સાહિત કરે છે. તમારા પાર્ટનર તમને મેન્ટલી, ઇમોશનલી અને ફિઝિકલી મોટિવેટ કરતા રહે છે. દરેક સંબંધોમાં પડકારો હોય છે, પરંતુ તે માટે તમારે તમારી લિમિટ જાતે નક્કી કરવાની હોય છે. તમને સ્વતંત્રતા સિવાય લગ્ન ન કરવાથી અન્ય કોઇ ફાયદો થતો નથી.
આ પણ વાંચોઃ બાથરૂમમાં ભુલથી પણ ન રાખશો આ વસ્તુઓઃ થશે નુકશાન