Happy kiss Day: કેમ છે આજનો દિવસ ખાસ? ક્યારથી થઇ હતી આ દિવસની શરૂઆત?


વેલેન્ટાઇન વીકનો છઠ્ઠો દિવસ એટલે કે 13 ફેબ્રુઆરી કિસ ડે તરીકે ઉજવાય છે. આ દિવસે કપલ એકબીજાને કિસ કરીને પ્રેમનો અહેસાસ કરે છે. આ દિવસ મનાવવાનું ખાસ કારણ એ છે કે આ દિવસે પોતાના પાર્ટનર પ્રત્યેનો પ્રેમ દર્શાવવાનો આ અદ્ભુત અવસર હોય છે. કોઇ પણ પ્રેમી યુગલના દિલમાંથી નીકળેલી આ એવી ભાવના છે જેનો શબ્દમાં ઉલ્લેખ થઇ શકતો નથી.
આમ તો આખો ફેબ્રુઆરી મહિનો જ પ્રેમનો મહિનો છે, પરંતુ 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરીના દિવસો કંઇક ખાસ હોય છે. 13 ફેબ્રુઆરીના દિવસનો યુવાનોમાં એક અલગ જ ઉત્સાહ હોય છે. વેલેન્ટાઇન ડેમાં આ દિવસ સૌથી વધુ પ્રચલિત છે. આમ તો આ દિવસ પશ્વિમી સભ્યતાનો ભાગ ગણાય છે, પરંતુ હવે તેનું ચલણ ભારતમાં પણ વધી ગયુ છે.
શું છે આ દિવસનો ઇતિહાસ
કિસ-ડેનો ઇતિહાસ રસપ્રદ છે. આમ તો પોતાની ગમતી વ્યક્તિને કોઇ પણ વ્યક્તિ કિસ કરતી હોય છે, પરંતુ તેના ઇતિહાસ પર નજર કરીએ તો જાણવા મળે છે કે તેનું પ્રચલન લગભગ છઠ્ઠી શતાબ્દીની આસપાસ થયુ હતુ. એવું કહેવાય છે કે છઠ્ઠી સદીમાં ફ્રાંસમાં પ્રેમ જતાવવા માટે ડાન્સનો સહારો લેવાતો હતો. જ્યારે ડાન્સ ખતમ થઇ જતો હતો ત્યારે લોકો એકબીજાને કિસ કરીને પ્રેમ વ્યક્ત કરતા હતા. ધીમે ધીમે આ પ્રચલન વધતુ ગયુ અને બાદમાં આ દિવસ કિસ ડે તરીકે ઉજવાવા લાગ્યો.
હેલ્થ માટે ફાયદાકારક છે કિસ
કિસ તમારા પ્રેમ અને ફિલિંગ્સનો ઇઝહાર કરાવે છે. સાથે સાથે તે હેલ્થ સંબંધિત સમસ્યાઓને હલ કરવામાં પણ મદદ કરે છે. કિસ હાર્ટની બિમારીઓને દુર રાખે છે. વૈજ્ઞાનિક રિપોર્ટ્સ કહે છે કે કિસ કરવાથી ઓક્સીટોસિન હોર્મોનનું સ્તર વધે છે. તેના કારણે આપણા શરીરને નેચરલી કુલ રાખનાર હોર્મોન એન્ડોર્ફિનનું સ્તર વધી જાય છે.