Happy Hug Day: શું છે આલિંગન આપવાના ફાયદા?
વેલેન્ટાઇન્સ ડેનો છઠ્ઠો દિવસ એટલે કે 12 ફેબ્રુઆરી હગ ડે તરીકે ઉજવવામાં આવે છે. તેનો અર્થ એ છે કે જે વ્યક્તિ શબ્દો દ્વારા પોતાનો પ્રેમ વ્યક્ત કરી શકતી નથી, તેઓ હગ ડેના દિવસે પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે છે. હગનો મતલબ છે આલિંગન આપવું અથવા ગળે લગાવવું કે પછી જાદુ કી જપ્પી આપવી. હગ કરવાથી તમે જે તે વ્યક્તિ માટેનો પ્રેમ બોલ્યા વગર જ વ્યક્ત કરી શકો છો.
હગ કે આલિંગન શું છે?
હગ એક થેરાપી છે. આપણે જ્યારે ઉત્સાહિત હોઈએ છીએ અથવા આપણે જ્યારે ઉદાસ હોઈએ છીએ ત્યારે તે આપણને રાહત આપે છે. આપણે તેનાથી આરામદાયક અનુભવ કરવાનો પ્રયાસ કરીએ છીએ. પ્રિયજનોને આલિંગન આપવું એ સામાન્ય બાબત છે, જે વ્યક્તિને ભાવનાત્મક રીતે મજબૂત બનાવે છે. હગના કેટલાક વૈજ્ઞાનિક ફાયદા પણ છે.
સ્ટ્રેસ ઘટાડે છે
જ્યારે કોઇ વ્યક્તિ કોઇ પણ પ્રકારના દુઃખમાંથી પસાર થઇ રહી હોય ત્યારે માત્ર એક હગ તેમને તણાવમાંથી બહાર કાઢવામાં મદદ કરી શકે છે. વિજ્ઞાનીઓ કહે છે કે, સ્પર્શ દ્વારા કે હગ દ્વારા અન્ય વ્યક્તિને સહારો આપવાથી કોઇ પણ વ્યક્તિનો તણાવ ઓછો થઈ શકે છે. આ રીતે હગ વ્યક્તિને તણાવમુક્ત કરે છે.
હગ તમને સ્વસ્થ રાખે છે
હગની તણાવ ઘટાડવાનું કરે છે તેથી તે તમને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે, આલિંગન આપવાવાથી વ્યક્તિની બીમાર થવાની શક્યતામાં ઘટાડો થઇ શકે છે. કેમકે હગથી હેપી હોર્મોન રીલીઝ થાય છે. હગ તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે સારું સાબિત થઇ શકે છે. એક અભ્યાસ મુજબ પ્રેમભર્યો સંબંધ તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે સારો હોય શકે છે.
હગ તમને ખુશ કરી શકે છે
આપણા શરીરમાં ઓક્સીટોસિન નામનું એક કેમિકલ છે. જ્યારે આપણે કોઈને ગળે લગાવીએ છીએ, સ્પર્શ કરીએ છીએ અથવા તેની નજીક બેસીએ છીએ, ત્યારે તેનું સ્તર વધે છે. ઓક્સીટોસિન ખુશી વધારવા અને તણાવ ઘટાડવા સાથે સંકળાયેલું છે. સ્પર્શ અથવા હગથી લોકોમાં ચિંતા ઓછી થઈ શકે છે. આ સિવાય તેમના મનમાં ડરની ભાવના પણ ઓછી હોય છે. આપણે ક્યારેક આપણા બાળકને પણ એટલે જ ગળે લગાવતા હોઇએ છીએ. વ્યક્તિ તેનાથી સેફ ફીલ કરે છે.
આ પણ વાંચોઃ શાહરૂખ ખાનને સૌથી વધુ શોખ છે આ વસ્તુનો, કરોડોની છે કિંમત