Happy Birthday : આજે 2 ભારતીય ક્રિકેટરોના જન્મદિવસ, એક T20માં મચાવે છે તરખાટ


નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર : આજે 14મી સપ્ટેમ્બર ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ ખાસ દિવસ છે. કારણ કે આજે એક નહીં પરંતુ બે ક્રિકેટર પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ T20 સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને પૂર્વ ક્રિકેટર રોબિન સિંહની. સૂર્યાનો જન્મ 14 સપ્ટેમ્બર 1990ના રોજ મુંબઈમાં થયો હતો. જ્યારે, રોબિન સિંહનો જન્મ 1966માં પ્રિન્સેસ ટાઉનમાં થયો હતો.
આ પણ વાંચો :- CM યોગીના અંગત સચિવ હોવાનો ઢોંગ કરીને છેતરપિંડી કરનાર આરોપીની STFએ કરી ધરપકડ
સૌથી પહેલા વાત કરીએ સૂર્યકુમાર યાદવની. સૂર્યકુમાર યાદવે ટીમ ઈન્ડિયામાં રહીને ખૂબ જ ઓછા સમયમાં ઘણું નામ કમાઈ લીધું છે. તે T20 ક્રિકેટનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર બનીને ઉભરી આવ્યો છે. સૂર્યા આઈપીએલમાંથી ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો હતો. તેણે ટી20માં અત્યાર સુધી 68 ઇનિંગ્સ રમી છે. આ દરમિયાન તેના બેટમાંથી 2432 રન આવ્યા છે. તેણે 4 સદી પણ ફટકારી છે.
વર્લ્ડ કપ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી
સાઉથ આફ્રિકા સામે T20 વર્લ્ડ કપ 2024માં હાર્દિક પંડ્યાની ઓવરમાં સૂર્યકુમાર યાદવનો કેચ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો. સૂર્યાએ ડેવિડ મિલરનો કેચ લઈને મેચ ભારતની જોળીમાં નાખી દીધી હતી. મેચ બાદ ડ્રેસિંગ રૂમમાં જય શાહની હાજરીમાં ટી દિલીપે સૂર્યકુમાર યાદવને ‘ફિલ્ડર ઓફ ધ મેચ’ મેડલ પણ આપ્યો હતો.
આ પણ વાંચો :- ગુજરાતમાં જાણો શું છે હવામાન વિભાગની વરસાદની આગાહી
કોણ છે રોબિન સિંહ?
કેરેબિયન ટાપુ દેશ ત્રિનિદાદમાં જન્મેલા રોબિન સિંહનું સાચું નામ રવિન્દ્ર રામનારાયણ સિંહ છે. ઓલરાઉન્ડર તરીકે તેણે એક ટેસ્ટ અને 136 વનડેમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે 136 ODI મેચમાં 25.95ની એવરેજથી 2336 રન બનાવ્યા હતા. તેણે બોલિંગમાં 69 વિકેટ પણ લીધી હતી. આ સિવાય તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ ઘણી તબાહી મચાવી છે. તેણે ફર્સ્ટ ક્લાસ અને લિસ્ટ A મેચમાં મળીને 10000થી વધુ રન બનાવ્યા છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તેણે ઘણી ટીમોને કોચિંગ આપ્યું હતું.