Happy Birthday Sourav Ganguly : ભારતીય કેપ્ટનની સફળ કારકિર્દીથી લઈને……
HAPPY BIRTHDAY Sourav Ganguly : સૌરવ ગાંગુલીને આપણે સૌ ક્રિકેટ પ્રેમીઓ જાણીએ છીએ. આ સૌરવ ગાંગુલીએ આજે તેમનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સૌરવ ગાંગુલીએ ભારતીય ક્રિકેટ માટે અનેકગણું યોગદાન તેમણે આપ્યું છે.જયારે આ દરમ્યાન સૌરવ ગાંગુલીએ અનેક રેકોર્ડ સર્જ્યા છે..ત્યારે સૌરવ ગાંગુલીના જન્મદિવસ ઉપર જાણીએ તેમની કેટલીક રસપ્રદ વાતો અને તેમના અમુલ્ય યોગદાન અને તેમની સિદ્ધિઓ તેમજ તેમના રેકોર્ડ વિશે જાણીએ.
સૌરવ ગાંગુલીના રેકોર્ડ સચિન તેંડુલકર અને વિરાટ કોહલી પણ નથી તોડી શક્યો
સૌરવ ગાંગુલીએ તેમની કારકિદી દરમ્યાન અનેક રેકોર્ડ બનાવ્યા છે. ત્યારે સૌરવ ગાંગુલીના રેકોર્ડએ ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકર અને આક્રમક બેટિંગ અને સૌના ચહિતા એવા વિરાટ કોહલી પણ સૌરવ ગાંગુલીના રેકોર્ડ તોડી શક્યા નથી.
સૌરવ ગાંગુલી વિશે કેટલીક વાતો
સૌરવ ગાંગુલીનો જનમ 8 જુલાઈ 1972એ કોલકતામાં તેમનો જન્મ ચંડીદાસ અને નિરુપા ગાંગુલીના ઘરે થયો હતો.તેમની ઉચાઇ 5 ફૂટ 11 ઇંચ છે.તેમના પિતાનો વ્યવસાય પ્રિન્ટનની હતો.સૌરવ ગાંગુલીએ કોલકતાના કેટલાક પ્રભાવશાળી પરિવારમાંના એક છે.તેમનો ઉછેરએ ખુબ જ સમૃદ્ધ પરિવારમાં થયો હતો.સૌરવ ગાંગુલીએ ભારતીય ટીમમાં દાદા તરીકે જાણીતા હતા.
સૌરવ ગાંગુલીએ કરાયા હતા સન્માનિત
સૌરવ ગાંગુલીએ ભારતીય ટીમમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.શું તમે જાણો છો કે સૌરવ ગાંગુલીની માતાને ક્રિકેટ પસંદ હતું નહી.જયારે સૌરવ ગાંગુલીનો પરિવારએ ખુબ જ સમૃદ્ધ અને બિઝનેસ પરિવાર માંથી આવતા હતા.તેથી સૌરવ ગાંગુલીની માતા એવું ઈચ્છતા ન હતાકે ક્રિકેટને કે કોઈ પણ રમતને તેમના વ્યવસાય તરીકે અપનાવે. જોકે બીજી બાબતએ છે કે તેમના મોટા ભાઈ સ્નેહાશીષ પણ ક્રિકેટર હતા.પરતું તેમને કોઈ પણ રાષ્ટ્રીય રમત નહી પરંતુ રણજી તેમજ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા હતા. સૌરવ ગાંગુલીને તેમના પિતા મહારાજા નામથી બોલાવતા હતા.પછી ઇંગ્લેન્ડના ક્રિકેટર સર જ્રેફી બોયકોટે તેમને પ્રિન્સ ઓફ કોલકાતા નામથી સન્માનિત કર્યા હતા.
સૌરવ ગાંગુલીને દુર્ગા પૂજામાં સામેલ થવું ખુબ જ છે પસંદ
સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે દુર્ગા પૂજામાં સામેલ થવું ખુબ જ પસંદ છે,જયારે દેવીમાના વિસર્જન સમયે નીકળતા ઝુલુસમાં સામેલ થવું પણ સૌરવ ગાંગુલીને પસંદ છે.
પોલીસે ટ્રકમાં જવાની નહોતી આપી પરમિશન
સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે મેને પોલીસે ટ્રકમાં જવા માટે મંજૂરી આપી નહીં. મને બેટી સના સાથે કારમાં જ જવું પડ્યું હતું. જેવી જ કાર બાબૂઘાટ પાસે પહોંચી તો પોલીસ ઇન્સ્પેક્ટરે કારની બારીની અંદર મને ધ્યાનથી જોયું અને હસ્યા તેમણે મને ઓળખી લીધા હતા. મને શરમ અનુભવાઈ પરંતુ આ સાથે જ મે તેમને કહ્યું કે આ વાત કોઈને ન કહે.
The support & love keeps us going. Few more hours to go … pic.twitter.com/8erK12kK0a
— Sourav Ganguly (@SGanguly99) July 7, 2023
સૌરવ ગાંગુલીએ ટ્વીટ કરીં આપી માહિતી
સૌરવ ગાંગુલીએ ટ્વિટર પર એક વિડીયો શેર કર્યો છે.તે જોઇને ચાહકોમાં ઉત્શુકતા જાગી છે. સૌરવ ગાંગુલીના આ વિડીયોને લઈને ચર્ચા થઇ રહી છે.સૌરવ ગાંગુલીએ પોતાના કરિયરને લઈને એક મોટી ઘોષણાકરી છે. અથવા તો તેની બાયોપીકનું એલાન થઈ શકે છે. જોકે સૌરવ ગાંગુલીએ હજુ સુધી આ અંગે કોઈ જ સ્પષ્ટતા કરી નથી.
સૌરવ ગાંગુલીના કરિયર પર એક નજર
Batting Career Summary
Match Inn NO Runs HS Avg BF SR 100 200 50 4s 6s
Test 113 188 17 7212 239 42.18 14070 51.26 16 1 35 900 57
ODI 311 300 21 11363 183 40.73 15416 73.71 22 0 72 1122 190
IPL 59 56 3 1349 91 25.45 1263 106.81 0 0 7 137 42
Bowling Career Summary
Match Inn B Runs Wkts BBI BBM Econ Avg SR 5W 10W
Test 113 99 3117 1681 32 3/28 3/37 3.24 52.53 97.41 0 0
ODI 311 171 4561 3849 100 5/16 5/16 5.06 38.49 45.61 2 0
IPL 59 20 276 363 10 2/21 2/21 7.89 36.3 27.6 0 0
સૌરવ ગાંગુલીએ બદલી ટીમ ઇન્ડિયાનીમાં ખુબ મોટો ફાળો
સૌરવ ગાંગુલીએ ક્રિકેટના ઈતિહાસમાં એમને ટીમ ઈન્ડિયાની તસવીર બદલવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વાત છે સૌરવ ગાંગુલીએ કેપ્ટનશિપની જવાબદારી સંભાળીને ગાંગુલીએ ટીમ ઈન્ડિયાને વિશ્વ ક્રિકેટમાં એક નવી ઓળખ આપી હતી. તેમના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ ‘દાદાગીરી’ શીખી અને વર્લ્ડ ક્રિકેટને કહ્યું કે ટીમ ઈન્ડિયામાં વિદેશી ધરતી પર પણ જીતવાની ક્ષમતા છે.
સૌરવ ગાંગુલીના કપ્તાની હેઠળ યુવા ખેલાડીઓને મળ્યો મોકો
સૌરવ ગાંગુલીના કપ્તાની હેઠળ ટીમ ઇન્ડિયામાં યુવા ખેલાડીઓ વીરેન્દ્ર સેહવાગ, ઝહીર ખાન અને યુવરાજ સિંહ જેવા અનેક રત્નો આપ્યા છે.
સૌરવ ગાંગુલીએ 1996માં કર્યું ડેબ્યુ
સૌરવ ગાંગુલીએ 1996માં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. ગાંગુલીએ એમની કારકિર્દીની શરૂઆતમાં લોર્ડ્સ ટેસ્ટમાં સદી ફટકારી હતી. જ્યાંથી સૌરવ ગાંગુલીને ‘દાદા’નું ઉપનામ પણ મળ્યું. આટલું જ નહીં ગાંગુલીતેની બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી અને કારકિર્દીની પ્રથમ બે ટેસ્ટમાં સદી ફટકારનાર ત્રણ ખેલાડીઓની યાદીમાં સ્થાન મેળવ્યું.
કોલકાતાના પ્રિન્સ તરીકે જાણીતા છે સૌરવ ગાંગુલી
કોલકાતાના પ્રિન્સ તરીકે ઓળખાતા ગાંગુલીએ ODIમાં વર્ષ 1997માં પાકિસ્તાન સામે સતત ચાર પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યા હતા અને ODI ક્રિકેટમાં ગાંગુલી એકમાત્ર એવો બેટ્સમેન છે જેને આ સિદ્ધિ મેળવી છે.
સૌરવ ગાંગુલીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ
સૌરવ ગાંગુલીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સએ 1999ના વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે 183 રનની ઇનિંગ રમી હતી. વર્લ્ડકપમાં ભારતીય દ્વારા રમાયેલી આ અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ છે.
સૌરવ ગાંગુલીએ મુશ્કેલ સમયમાં કેપ્ટનશિપ સંભાળી
વર્ષ 2000માં જ્યારે ભારતીય ટીમ મેચ ફિક્સિંગના આરોપોનો સામનો કરી રહી હતી ત્યારે સૌરવ ગાંગુલીએ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ સંભાળી હતી. ગાંગુલીએ ભારતને પ્રથમ વખત 2000 ICC નોકઆઉટ ટ્રોફીની ફાઇનલમાં પહોંચાડ્યું હતું. આ બાદ ટીમ ઈન્ડિયાએ 2001માં ગાંગુલીની આગેવાની હેઠળની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું.
સૌરવ ગાંગુલીની યાદગાર ક્ષણ
2002 નેટવેસ્ટ ટ્રોફી ફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડ પાસેથી જીત છીનવી લીધા પછી ગાંગુલીની સૌથી યાદગાર ક્ષણ ચોક્કસપણે હતી જ્યારે તેણે લોર્ડ્સની બાલ્કનીમાં પોતાનો શર્ટ ઉતાર્યો હતો.
સૌરવ ગાંગુલીનું ડાઉનફોલ 2005-06માં થયું
સૌરવ ગાંગુલીનું ડાઉનફોલ 2005-06માં એ સમયના કોચ ગ્રેગ ચેપલ સાથેના અણબનાવ બાદ ગાંગુલીનું ડાઉનફોલ શરૂ થયું હતું. ઓફ-સાઇડના ભગવાન કહેવાતા સૌરવ ગાંગુલીએ તેની છેલ્લી ટેસ્ટ 2008માં ઓસ્ટ્રેલિયા સામે નાગપુરમાં રમી હતી.
સૌરવ ગાંગુલીની ipl તરીકેની સફર
IPL 2023 દરમિયાન સૌરવ ગાંગુલીને ફ્રેન્ચાઇઝીનો ક્રિકેટ ડિરેક્ટર બનાવવામાં આવ્યો હતો. આ પહેલા પણ સૌરવ ગાંગુલી વર્ષ 2019 IPLમાં દિલ્હી કેપિટલ્સ સાથે ટીમના મેન્ટર તરીકે જોડાયેલા છે. બીજી તરફ રિકી પોન્ટિંગ 2018માં દિલ્હી કેપિટલ્સમાં મુખ્ય કોચ તરીકે જોડાયા હતા. દિલ્હીની ટીમે તેમના કાર્યકાળ દરમિયાન એક પણ IPL ટ્રોફી જીતી નથી.સૌરવ ગાંગુલી પુણે વોરિયર્સની ટીમ સાથે પણ રમી ચુક્યા છે
આ પણ વાંચો : ICC ટેસ્ટ રેન્કિંગ : કેન વિલિયમસન નંબર વન ટેસ્ટ બેટર બન્યો,ભારતીય ક્રિકેટરનો પણ દબદબો