Happy birthday shraddha Kapoor: અભિનેત્રીના જન્મદિવસે જાણો તેનાથી જોડાયેલ કેટલીક રસપ્રદ વાતો
બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો આજે જન્મદિવસ છે. ત્યારે આજે સોશિયલ મીડિયા પર ચાહકો તેમને જન્મ દિવસની શુભેચ્છાઓ આપી રહ્યા છે. ત્યારે આજેના આ ખાસ દિવસે શ્રેદ્ધાથી જોડાયેલ કેટલીક ખાસ વાતો તમને જણાવીશું.
આજે શ્રદ્ધા કપૂરનો જન્મદિવસ
શ્રદ્ધા કપૂર આજે તેનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે. તેમનો જન્મ 3 માર્ચ, 1987ના રોજ થયો હતો. શ્રદ્ધાએ ઘણી ફિલ્મોમાં પોતાનો દમદાર અભિનયથી લોકોના દિલ જીત્યા છે. શ્રદ્ધાની ફિલ્મ ‘આશિકી 2’ બ્લોકબસ્ટર સાબિત થઈ, જેણે શ્રદ્ધાની કારકિર્દીને વેગ આપ્યો. શ્રદ્ધા કપૂરે આશિકી 2 સહિત, સ્ત્રી, છિછોરે અને સાહો જેવી જાણીતી ફિલ્મોમાં કામ કર્યું. છે.
ફિલ્મોમાં નિષ્ફળતાના મળવાને મોટા પ્રોજેક્ટ્સ ગૂમાવ્યા
શ્રદ્ધા કપૂર લીજેન્ડ્રી સ્ટાર શક્તિ કપૂરની દીકરી હોવા છતા તેને ઈન્ડસ્ટ્રીમાં પોતાનં સ્થાન પ્રાપ્ત કરવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. અને શ્રદ્ધાએ પણ જણાવ્યું હતુ કે તેને એક સમયે ફિલ્મોમાં નિષ્ફળતાના મળવાને કારણે તેણે મોટા પ્રોજેક્ટ્સ પણ ગુમાવી દીધા હતા.આ સાથે તેને ઘણી અણગમી ફિલ્મો માટે પણ ઓફર કરવામાં આવી હતી.
ફિલ્મ ‘તીન પત્તી’ફ્લોપ જતા શ્રદ્ધાને માર સહન કરવો પડ્યો
આશિકી 2’માં શ્રદ્ધાને ઘણી સારી લોકપ્રિયતા મળી હતી. ત્યાર બાદ તેને ફિલ્મ ‘તીન પત્તી’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં શ્રદ્ધાની સાથે અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં હતા. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ ફ્લોપ થઈ હતી જેના કારણે શ્રદ્ધાને ખૂબ મુશિબતનો સામનો કરવો પડ્યો હતો. આ ફિલ્મ ફ્લોપ જવાને કારણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘માય ફ્રેન્ડ પિન્ટો’પણ શ્રદ્ધાના હાથમાંથી નીકળી ગઈ હતી. ત્યાર બાદ એક જાણીતા ફિલ્મમેકર દ્વારા શ્રદ્ધાને એક કામુક ફિલ્મની પણ ઓફર કરવામાં આવી હતી, જેના કારણે શ્રદ્ધા સંપૂર્ણપણે મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી.
‘માય ફ્રેન્ડ પિન્ટુ’માટે શ્રદ્ધાની જગ્યાએ અન્ય અભિનેત્રીને લીધી
શ્રદ્ધા સમજી નહોતી શકતી કે તેને આ ફિલ્મમેકરે કેવી રીતે કહ્યું કે, તે ઈરોટિક ફિલ્મો કરવા ઈચ્છે છે. ત્યાર બાદ તેમણે ફિલ્મમેકરને પોતાનો ઈરાદો જણાવ્યો હતો. તેને જણાવ્યું કે, ‘તીન પત્તી’ની રિલીઝ પહેલા, મેં ‘માય ફ્રેન્ડ પિન્ટુ’ માટે ઓડિશન આપ્યું હતું, હું આ પ્રોજેક્ટમાં કોઈપણ કિંમતે કામ કરવા ઈચ્છતી નથી, મેં તેના માટે મારા દિવસ-રાત આપ્યા હતા. તેમ છતાં જ્યારે મને ફોન આવ્યો કે, તમારી જગ્યાએ બીજા કોઈને કાસ્ટ કરવામાં આવી છે ત્યારે હું ત્રણ દિવસ સુધી મારા રૂમમાં રડતી રહી હતી. “
આ પણ વાંચો : રાજ્યમાં એર એમ્બ્યુલન્સની કિંમત 50,000-65,000 રૂપિયા પ્રતિ કલાક !