જનસેવા એજ પ્રભુસેવા : ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ પોતાના જન્મદિવસની યાદગાર ઉજવણી કરી
સુરતઃ ગુજરાત સરકારના ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી પોતાના તમામ ઉત્તમ કાર્યોના કારણે ચર્ચામાં રહેતાં હોય છે. ત્યારે આજે તેમના બર્થડે પર દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાના 38મા જન્મદિવસની ઉજવણી નવી સિવિલ હોસ્પિટલ ખાતે ગરીબ અને જરૂરીયાતમંદ દર્દીઓને સ્ટ્રેચર, વ્હીલચેર તથા એમ્યુલન્સ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કરી હતી.
આ પણ વાંચો : વડોદરામાં 10મી ઈન્ટરનેશનલ મેરેથોન યોજાઈ, રમતગમતના મંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યું પ્રસ્થાન
આ અવસરે નર્સિંગ એસોસિયેશન દ્વારા મંત્રીને 38 ફ્રુટની ટોકરીઓ, સમાજ સેવક કલ્પશે મહેતાએ 500 બ્લેનકેટ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આ ટોકરીઓ અને બ્લેનકેટ નવી સિવિલ હોસ્પિટલના હિમોફિલીયાના દર્દી તેમજ બાળરોગ વિભાગના તમામ દર્દીઓને ફ્રુટની ટોકરી અને બ્લેનકેટ મંત્રીશ્રીએ અર્પણ કર્યા હતા. આ ઉપરાંત વિપુલ પટેલ દ્વારા આપવામાં આવેલા છ સ્ટ્રેચર તથા ડૉ કેતનભાઇ મેઇલ છ વ્હીલચેર પણ મંત્રીશ્રીના હસ્તે સિવિલને અર્પણ કરાયા હતા. સ્વામિનારાયણ કોલેજના ડૉ.જય ભુવાએ બે ટ્રાયસિકલ આપી હતી.
આ ઉપરાંત નર્સિગ એસોસિયેશનના અગ્રણી ઈકબાલ કડીવાલા, કિરણ દોમડીયા, દિનેશ અગ્રવાલ(અમેરિકા), નિલેશ લાઠિયા તથા વિવિધ દાતાઓના સહયોગથી રૂ.28 લાખના ખર્ચે અદ્યતન સાધનોથી તૈયાર થયેલી આઈ.સી.યુ., વેન્ટીલેટરની સુવિધાથી સજ્જ એમ્યુલન્સને લોક કલ્યાણ ટ્રસ્ટ ભરથાણા યુવક મંડળના પ્રમુખ દિવ્યેશ પટેલ, દેવાંગ પટેલ, ભરત પટેલ અને પીનલ પટેલને અર્પણ કરવામાં આવી હતી. આ ટ્રસ્ટ નહીં નફો નહી ખોટના દરે એમ્યુલન્સની નિભાવણી કરીને બી.પી.એલ. તથા આદિવાસી દર્દીઓને અન્ય દર્દીઓને રાહત દરે શહેરોમાં જવા માટે વિનામુલ્યે સેવા પુરી પાડશે.
દક્ષિણ ગુજરાતની પહેલી આઇ.સી.યુ. સાથેની એમ્યુલન્સ છે જેમાં બ્રેઈન સ્ટ્રોક, શ્વાની બિમારી, હદયનો એટેક કે વેન્ટીલેટરની જરૂરીયાતવાળા દર્દીઓ માટે તૈયાર કરવામાં આવી છે. સુરતથી અમદાવાદ જેવા શહેરોની હોસ્પિટલોમાં જવા માટે પ્રાઈવેટ એમ્યુલન્સમાં ૫૦ હજારથી વધુ ખર્ચ થાય છે જયારે આ એમ્યુલન્સ દ્વારા ગરીબ દર્દીઓને રાહતદરે સેવા મળી રહેશે.
નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓએ 38માં જન્મદિવસની ફુલોની રંગોળી બનાવીને મંત્રીને શુભકામનાઓ પાઠવી હતી. આ અવસરે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકર, મેડિકલ કોલેજના ડીન ડો.ઋતુબરા મહેતા, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, વિભોર ચુગ, વિરેન પટેલ, જગદીશ બુહા, નર્સિંગ એસોસિયેશનની ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : ટેક્સટાઈલ વેપારીઓ સાથે છેતરપિંડી કરનારા હવે શાંતીથી ઊંઘી નહીં શકે : હર્ષ સંઘવી