મનોરંજન

આજે ભારતીસિંહનો જન્મદિવસ, ચાલો જાણીએ જાણી-અજાણી વાતો

Text To Speech

કોમેડી જગતમાં સ્પર્ધક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર કોમેડિયન ભારતી સિંહ આજે ‘લાફ્ટર ક્વીન’ તરીકે ઓળખાય છે. 3 જુલાઈ 1984ના રોજ જન્મેલી ભારતી સિંહ 2 વર્ષની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. માતાએ એકલા હાથે ભારતી અને તેના બે ભાઈ-બહેનોનો ઉછેર કર્યો. ભારતીએ ઘણી વખત પોતાના સંઘર્ષ વિશે વાત કરી છે. એકવાર તેને તેના જીવનનો તે તબક્કો યાદ કરતા કહ્યું કે એક સમય એવો આવ્યો હતો જયારે તેણે પૈસા માટે અભિનેતાની સામે હાથ ફેલાવવો પડ્યો હતો.

મનીષ પોલ પાસેથી ભારતીસિંહે ઉછીના પૈસા લીધા હતા 

હા! કોમેડી જગત પર રાજ કરનારી ભારતી સિંહની પાસે પૈસાની કોઈ કમી નથી, પરંતુ એક સમય એવો હતો જ્યારે તે આર્થિક પરિસ્થિતિ ખુબ જ નબળી હતી. તેણે તેના ઘરનું ડાઉન પેમેન્ટ ચૂકવવાનું હતું, પરંતુ તેની પાસે પૈસા ન હતા, ત્યારબાદ તેણે અભિનેતા અને હોસ્ટ મનીષ પોલ પાસેથી 10 લાખ રૂપિયા ઉછીના લીધા. મીડિયાના અહેવાલ મુજબ, ભારતી સિંહે મનીષ પાસે 10 લાખ રૂપિયા માંગ્યા હતા અને અભિનેતાએ તેને આ શરતે પૈસા આપ્યા હતા કે તે પછીથી તેને પરત કરશે. ભારતીના કહેવા પ્રમાણે, “મેં મનીષને કહ્યું, મારે 10 લાખ રૂપિયા જોઈએ છે. તેણે કહ્યું, ‘હું આપીશ, પણ પછી જરૂર પડે ત્યારે મને પાછા આપવા પડશે. મેં કહ્યું, ‘હું તને પછી પરત આપી દઈશ.’ મે ઘર બનાવવા માટે પૈસા લીધા હતા.

ભારતી સિંહ કરિયર

ભારતી સિંહે ‘ધ ​​ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’માંથી સ્પર્ધક તરીકે કોમેડી જગતમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં તેણે બીજો ક્રમ મેળવ્યો હતો. ભલે તે બીજા નંબરે આવી, પરંતુ તેનું નસીબ અહીંથી ખુલ્યું. આ પછી, તેણીએ ક્યારેય પાછું વળીને જોયું નથી અને કોમેડીની દુનિયા પર રાજ કરવાનું ચાલુ રાખ્યું છે. ભારતી સિંહે ‘કોમેડી સર્કસ’, ‘કોમેડી નાઈટ્સ બચાવો’ અને ‘ધ કપિલ શર્મા શો’ જેવા રિયાલિટી શો દ્વારા દર્શકોને હસાવ્યા છે. આ સિવાય તેણે ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’, ‘નચ બલિયે 8’, ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ અને ‘હુનરબાઝઃ દેશ કી શાન’ જેવા શો પણ હોસ્ટ કર્યા છે.

ભારતી સિંહની નેટવર્થ

મિડલ ક્લાસથી લઈને પોતાને સ્ટાર બનાવવા માટે ભારતી સિંહે ઘણી મહેનત કરી છે એક સમયે પૈસા માટે તડપતી ભારતી સિંહ આજે કરોડોની સંપત્તિની માલિક છે. રિપોર્ટ્સ અનુસાર, ભારતી સિંહની સંપત્તિ 2021 સુધીમાં 22 કરોડ રૂપિયાની આસપાસ હતી.

ભારતી સિંહની કમાણી

ભારતી સિંહ એક મહિનામાં લગભગ 25 લાખ રૂપિયા કમાય છે, જ્યારે તેની વાર્ષિક આવક 3 કરોડ રૂપિયાથી વધુ છે. તેણીએ હોસ્ટિંગની દુનિયામાં પોતાનું નામ કમાવ્યું છે અને આ જ કારણ છે કે તે એક એપિસોડ હોસ્ટ કરવા માટે 6 થી 7 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે હાલમાં તે ‘ધ કપિલ શર્મા શો’માં થોડો સમય કોમેડી કરીને પણ 5-6 લાખ રૂપિયા કમાયા હતા.

ભારતી સિંહ અંગત જીવન

ભારતી સિંહને પટકથા લેખક હર્ષ લિમ્બાચીયામાં તેનો પ્રેમ મળ્યો છે, જેણે તેની પત્ની ભારતી સાથે ઘણા શો હોસ્ટ પણ કર્યા છે. ભારતી અને હર્ષ સૌથી સુંદર કપલમાંથી એક છે. વર્ષ 2017માં ગોવામાં લગ્નના બંધનમાં બંધાયેલ આ કપલ હવે એક પુત્રના માતા-પિતા પણ છે. તમને જણાવી દઈએ કે આજે એટલે કે 3જી જુલાઈ 2022ના રોજ ભારતી સિંહનો 38મો જન્મદિવસ છે.

Back to top button