ટ્રેન્ડિંગબિઝનેસવિશેષ

અઝીમ પ્રેમજીના પિતાએ પાકિસ્તાન જવાનું આમંત્રણ પણ સ્વીકાર્યું ન હતું, શું છે આ ઘટના ?

Text To Speech

દેશના જાણીતા ઉદ્યોગપતિ અને દેશના સૌથી અમીર લોકોમાં સ્થાન ધરાવતાં અઝીમ પ્રેમજીનો આજે જન્મ દિવસ છે. ઉદ્યોગ જગતમાં સૌથી મોટું નામ અને વ્યવસાય કરતાં વધુ પરોપકારી માટે જાણીતા છે. જુલાઈ 2022 સુધીમાં, પ્રેમજીની કુલ સંપત્તિ 8.6 બિલિયન ડોલર છે. તેઓ વિપ્રો લિમિટેડના માલિક છે. વિપ્રો એ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સેક્ટરની કંપની છે, જે ભારતમાં IT સેવાઓની ચોથી સૌથી મોટી આઉટસોર્સર છે.

TIME મેગેઝિન દ્વારા (2011, 2004) અઝીમ પ્રેમજીને બે વખત વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમને ભારતીય આઈટી ઉદ્યોગના સમ્રાટ કહેવામાં આવે છે. એટલું જ નહીં ફેબ્રુઆરી 2002માં, વિપ્રો ISO 14001 પ્રમાણપત્ર મેળવનારી ભારતમાં સૌપ્રથમ સોફ્ટવેર ટેકનોલોજી અને સર્વિસ કંપની બની. 2004 માં, કંપનીએ એક અબજ ડોલરથી વધુનું મૂડીકરણ હાંસલ કર્યું હતું.

પાકિસ્તાનનું આમંત્રણ પણ નકાર્યું

તેમના ફાઉન્ડેશનનું નામ અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન છે.તેમનું નામ વિશ્વના ટોચના પાંચ દાનવીરોમાં સામેલ છે. અઝીમ પ્રેમજી વિશે એવી ઘણી બાબતો છે, જેના વિશે ઘણા લોકો જાણતા નથી. જેમાં સૌથી રસપ્રદ કિસ્સો પાકિસ્તાનના સ્થાપના સમયનો છે. અઝીમ પ્રેમજીના પિતા મોહમ્મદ હાશિમ પ્રેમજીને પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણા તરફથી પાકિસ્તાનની મુલાકાત લેવાનું આમંત્રણ મળ્યું હતું. તેમના પિતાએ આ આમંત્રણને નકારી દીધું અને તેઓ આખી જિંદગી ભારતમાં જ રહ્યા.

પ્રેમજીને ચેરિટી ખૂબ જ પસંદ છે

અઝીમ પ્રેમજીએ અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનમાં તેમનો 8.6 ટકા હિસ્સો ટ્રાન્સફર કર્યો. હિસ્સાની કિંમત 8,646 કરોડ રૂપિયા હતી. ભારતમાં કોઈ વ્યક્તિ દ્વારા ચેરિટી માટે આપવામાં આવેલી આ સૌથી મોટી રકમ હતી. વર્ષ 2011 માં, અઝીમ પ્રેમજીને ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સન્માનિત આવ્યા હતા. અઝીમ પ્રેમજી જહાંગીર રતનજી દાદાભાઈ ટાટા (જેઆરડી ટાટા) પાસેથી પ્રેરણા લે છે.

આ પણ વાંચો : દુનિયાના સૌથી અમીરોની યાદીમાં અદાણી પહોંચ્યા બિલ ગેટ્સથી આગળ, કેટલી છે નેટવર્થ ?

30 વર્ષ પછી અભ્યાસ પૂર્ણ કર્યો

પ્રેમજીનો જન્મ 24 જુલાઈ 1945ના રોજ મુંબઈમાં થયો હતો. 21 વર્ષની ઉંમરે, અઝીમ પ્રેમજી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતકનો અભ્યાસ કરી રહ્યા હતા. પિતાના આકસ્મિક અવસાન બાદ તેમણે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. અને વિપ્રોનું સંચાલન શરૂ કર્યું. પછી, 30 થી વધુ વર્ષ પછી, તેમણે તેમની ડિગ્રી પૂર્ણ કરી.

Back to top button