GST ક્રેડિટ મીસમેચ હોય તેવા કિસ્સામાં જીએસટી વિભાગ દ્વારા નોટિસ ફટકારી ક્રેડિટ રિવર્સ કરવા માટે ફરજ પડાતી હતી. તે માટે વેપારીઓ દ્વારા રજૂઆત કરાવા છતાં કાર્યવાહી કરવામાં આવતી નહોતી. પરંતુ સીબીઆઇસીએ પરિપત્ર બહાર પાડતા વેપારીઓને લાભ થવાનો છે, કારણ કે વેપારીએ મીસમેચ ક્રેડિટ લીધાની નોટિસ આપવામાં આવી હોવા છતાં વેપારીઓ દ્વારા સર્ટિફિકેટ રજૂ કરવામાં આવે તો ક્રેડિટ રિવર્સ કરવી નહીં પડે.
5 લાખથી વધુના મીસમેચના કેસોમાં સર્ટિફિકેટ લઇ અધિકારી સમક્ષ રજૂ કરવો પડશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ એક્સાઇઝ (સીબીઆઇસી) દ્વારા વેપારીઓની સરળતા માટે મીસમેચ માટેના કેસોમાં રાહત આપતો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. સીબીઆઇસી દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ જીએસટીઆર-2બી અને જીએસટીઆર3 બીમાં મીસમેચના કેસમાં હવે જો મીસમેચનો આંકડો 5 લાખથી ઓછો હોય તો વેપારીએ સપ્લાયર પાસેથી માલ ખરીદ્યા અંગેનું સર્ટિફિકેટ લઇ રજૂ કરવો પડશે. 5 લાખથી વધુના મીસમેચના કેસોમાં સીએ કે સીએસ પાસેથી સર્ટિફિકેટ લઇ અધિકારી સમક્ષ રજૂ કરવો પડશે.
આ પણ વાંચો: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 138માં સ્થાપના દિવસે જગદીશ ઠાકોરે કહી ખાસ વાત
મીસમેચ માટેની નોટિસો મોકલાઈ રહી હતી
જીએસટી વિભાગનાં સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ જીએસટી વિભાગ દ્વારા હાલ મોટી સંખ્યામાં વેપારીઓને નાણાકીય વર્ષ 2017-18 અને 2018-19 માટેના કેસોમાં મીસમેચ માટેની નોટિસો મોકલાઈ રહી હતી. જેમાં વેપારીઓના જીએસટીઆર 2એ અને જીએસટીઆર3બીમાં દર્શાવેલા આંકડાઓ અલગ હોય તો વેપારીઓથી પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. કેટલાક કેસોમાં તો વેપારીઓને લીધેલી ક્રેડિટ પર રિવર્સ કરવી પડી હતી. જે અંગે દેશભરમાં વેપારીઓ, સીએ અને સંગઠનો દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી.
સીબીઆઇસીએ મંગળવારે એક પરિપત્ર જારી કર્યા
આ તમામને ધ્યાને રાખી સીબીઆઇસીએ મંગળવારે એક પરિપત્ર જારી કર્યા હતો. જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે મીસમેચના કેસોમાં ડિપાર્ટમેન્ટ દ્વારા કેટલીક બાબતોની તપાસ કરવામાં આવશે. જેમ કે વેપારીઓ પાસે માલનું બિલ છે કે નહી, માલ વેપારી સુધી પહોંચ્યો છે કે નહીં અને વેપારીએ પેમેન્ટ ચૂકવ્યું છે કે નહી તેની તપાસ થયા બાદ જો મિસમેચની રકમ ૫ લાખથી ઓછી હોય તો માલ વેચનાર પાસે માલ વેચ્યા અને ટેક્સ ચૂકવ્યા હોવાનું સર્ટિફિકેટ લઇ ડિપાર્ટમેન્ટમાં રજૂ કરવું પડશે જ્યારે જો 5 લાખથી વધુના કેસોમાં સીએ કે સીએસ પાસેથી સર્ટિફિકેટ લેવું પડશે.
આ પણ વાંચો: સુરતના ભટાર નજીક 108 એમ્બ્યુલન્સને અકસ્માત થયો
સીએ કે સીએસનું સર્ટિફિકેટ ઓફિસર સમક્ષ રજૂ કરી શકાશે
સીબીઆઇસીના નવા પરિપત્રથી સુરત સહિત દેશભરના વેપારીઓને મોટો ફાયદો થશે. અત્યાર સુધી જીએસટીઆર-2એ અને જીએસટીઆર-3બીના મિસમેચના કેટલાક કેસોમાં વેપારીઓને લીધેલી ક્રેડિટ પણ પરત કરવી પડવી હતી. જોકે હવે 5 લાખથી ઓછી રકમના કેસમાં સપ્લાયર પાસેનું સર્ટિફિકેટ રજૂ કરી શકાશે, જયારે તેનાથી વધુના કેસોમાં સીએ કે સીએસનું સર્ટિફિકેટ ઓફિસર સમક્ષ રજૂ કરી શકાશે.