‘હનુમાન’ ફિલ્મ OTT પર રિલીઝ થવા માટે તૈયાર, જાણો ક્યાં અને ક્યારે જોઈ શકાશે આ ફિલ્મ?
- હનુમાન ફિલ્મે દેશભરમાં રૂ. 200 કરોડ તો વિશ્વભરમાં રૂ. 293 કરોડની કમાણી કરી
મુંબઈ, 10 માર્ચ: ફિલ્મ હનુમાને બોક્સ ઓફિસ પર જોરદાર કલેક્શન કરીને ધૂમ મચાવી હતી. પ્રશાંત વર્મા દ્વારા નિર્દેશિત અને તેજા સજ્જા અભિનીત ફિલ્મ ‘હનુમાન’ 12 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. તેજા સજ્જાની આ ફિલ્મે દેશભરમાં રૂ. 200 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું જ્યારે વિશ્વભરમાં રૂ. 293 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મની બમ્પર સફળતા બાદ હવે ફિલ્મ હનુમાન OTT પર રિલીઝ થવાની તૈયારીમાં છે. થિયેટરોમાં રિલીઝ થયાના લગભગ બે મહિના બાદ, આ ફિલ્મ OTT પર ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહી છે. આ ફિલ્મ પ્રશાંત વર્મા યુનિવર્સની પ્રથમ ફિલ્મ છે. તેજા સજ્જાની ફિલ્મ ‘હનુમાન’ની OTT રીલિઝની તારીખ જાહેર કરવામાં આવી છે.
View this post on Instagram
હનુમાન ફિલ્મની OTT રિલીઝ
ફિલ્મ ‘હનુમાન’ની OTT રિલીઝને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન, જિયો સિનેમાએ હવે જાહેરાત કરી છે કે, હનુમાન ફિલ્મના હિન્દી વર્ઝનને 16 માર્ચે જિયો સિનેમા ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ (રીલીઝ) કરવામાં આવશે. ખાસ વાત એ છે કે, તે જ દિવસે હિન્દી વર્ઝનનું વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર પણ કલર્સ ટીવી પર દેખાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે 2.66 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા. તે જ સમયે, તેણે પ્રથમ દિવસના કલેક્શનમાંથી 14 લાખ રૂપિયા પણ દાન કર્યા હતા.
હનુમાન વિશેની ફિલ્મ માહિતી
પ્રશાંત વર્માના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘હનુમાન’ એક પૌરાણિક ફિલ્મ છે. તેજા સજ્જા સ્ટારર આ ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મમાં તેજા સજ્જાએ ભગવાન હનુમાનનું પાત્ર ભજવ્યું છે, જેને સુપરપાવર મળે છે. ઉલ્લેખનીય છે કે, ‘હનુમાન’ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણી ફિલ્મો સાથે ટકરાઈ હતી. આ યાદીમાં ‘મેરી ક્રિસમસ‘ જેવી બોલિવૂડ ફિલ્મો અને ‘આયલન’, ‘ગુંટુર કરમ’, ‘કેપ્ટન મિલર’ જેવી સાઉથની ફિલ્મો સામેલ છે.
ફિલ્મ ‘હનુમાન’ની સ્ટાર કાસ્ટ
આરકેડી સ્ટુડિયોના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘હનુમાન’ વેંકટ કુમાર જેટી દ્વારા બનાવવામાં આવી છે. ફિલ્મમાં તેજા સજ્જા, અમૃતા ઐયર અને વરલક્ષ્મી શરથકુમારે મહત્વની ભૂમિકાઓ ભજવી છે. વિનય રાય અને રાજ દીપક શેટ્ટીએ પણ આ ફિલ્મમાં સહકલાકાર તરીકેની ભૂમિકા અદા કરી છે.
આ પણ જુઓ: ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિઝકોવા 117 દેશોની સુંદરીઓને હરાવીને બની મિસ વર્લ્ડ