ટ્રેન્ડિંગધર્મ

હનુમાન જયંતિઃ સાડાસાતીમાંથી છુટકારો મેળવવા આ રાશિના લોકો આજે કરે ખાસ ઉપાય

Text To Speech
  • હનુમાન મંદિરમાં જઇને ભગવાનને કેસરી રંગનું સિંદુર અને લાડુ અર્પિત કરો.
  • હનુમાનજીની પૂજાથી વિવિધ ગ્રહોની શાંતિ મળે છે.
  • શનિદેવ અને રાહુની શાંતિ માટે હનુમાનજીની પૂજા વિશેષ લાભદાયી છે.

આજે દેશભરમાં હનુમાન જયંતિનું પર્વ મનાવવામાં આવી રહ્યુ છે. ચૈત્ર મહિનાની પૂર્ણિમાએ હનુમાન જયંતિ મનાવવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને જીવનનુ વરદાન આપે છે. આજના દિવસે હનુમાન મંદિરમાં જઇને ભગવાનને કેસરી રંગનું સિંદુર અને લાડુ અર્પિત કરવા જોઇએ. કેટલાક લોકો ભગવાનને ગોળ અને ચણા પણ અર્પણ કરે છે. એવું કહેવાય છે કે હનુમાનજીની પૂજાથી વિવિધ ગ્રહોની શાંતિ મળે છે. ખાસ કરીને મંગળ ગ્રહથી પીડિત લોકોએ હનુમાનજીના મંદિરમાં દર મંગળવારે જવુ જોઇએ. શનિદેવ અને રાહુની શાંતિ માટે હનુમાનજીની પૂજા વિશેષ લાભદાયી છે.

હનુમાન જયંતિઃ સાડાસાતીમાંથી છુટકારો મેળવવા આ રાશિના લોકો આજે કરે ખાસ ઉપાય hum dekhenge news

હાલમાં મકર, કુંભ, મીન રાશિ પર શનિની સાડાસાતી અને વૃશ્વિક, તુલા રાશિ પર શનિની ઢૈયા ચાલી રહી છે. શનિની સાડા સાતી અને ઢૈયા લાગે ત્યારે વ્યક્તિએ અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શનિની સાડા સાતી અને ઢૈયામાંથી મુક્તિ મેળવવા માટે દક્ષિણામુખી હનુમાનજીના દર્શન કરવા જોઇએ.

હનુમાન જયંતિઃ સાડાસાતીમાંથી છુટકારો મેળવવા આ રાશિના લોકો આજે કરે ખાસ ઉપાય hum dekhenge news

હનુમાનજીની આ રીતે કરો પૂજા

હનુમાનજીને નારિયેળ અર્પિત કરો અને તેમના ચરણોમાં લાગેલુ સિંદુર તમારા માથા પર લગાવો. આ રીતે હનુમાનજીની પૂજાથી શનિદોષ, શનિ મહાદશા, શનિ સાડાસાતી અને ઢૈયામાં રાહત મળે છે. પાંચ દિવેટ વાળા દીવામાં ચમેલીનું તેલ નાંખીને હનુમાનજીની મુર્તિ સામે રાખો. તલના તેલમાં સિંદુર નાંખીને હનુમાનજીને અર્પિત કરવાથી પણ લાભ થશે.

આ પણ વાંચોઃ હનુમાન જયંતિ પર ન કરશો આ કામઃ અશુભ આવશે પરિણામ

Back to top button