ટ્રેન્ડિંગધર્મવિશેષ

હનુમાન જયંતી કે જન્મોત્સવ: જાણો શું છે આ બંને શબ્દો વચ્ચેનું અંતર

  • હનમાન જન્મોત્સવ એટલે કે ભગવાન શિવના 11 રુદ્રાવતારનું પૃથ્વી પર અવતરણ દીન
  • હનુમાન જયંતી નહીં પણ હનુમાન જન્મોત્સવ શબ્દ વાપરવો જોઈએ
  • પરમ રામભક્ત ભક્તોને તમામ પ્રકારન ડર અને અડચણોથી મુક્ત કરે છે.

HDNEWS, 20 એપ્રિલ: હનુમાનદાદા ભગવાન શિવના રુદ્રાવતાર છે. હનુમાનજી પ્રભુ રામના પરમ ભક્ત છે.અંજનીનંદનને લોકો તેમની નિડરતા, નિસ્વાર્થ સેવા, વિનમ્રતા અને ભગવાન રામ પ્રતિ સમર્પણ માટે એક આદર્શ કર્મ યોગીના રુપમાં પુજન કરે છે. હનુમાન જન્મોત્સવ હિંદુઓ માટે એક મહત્ત્વપૂર્ણ તહેવાર છે. હનુમાનજી શક્તિ અને ઊર્જાના પ્રતીક છે. હનુમાનજી ઈચ્છાપ્રમાણે કોઈ પણ રુપ ધારણ કરી શકે છે. પર્વતથી ઉપાડી શકે છે. દરીયો ઓળંગી શકે છે. અષ્ટસિદ્ધિ અને નવ નીધીના દાતા હનુમાનજી જાદુઈ શક્તિઓના પ્રભાવથી દુષ્ટાત્માઓ પર વિજય મેળવવનારા દેવતાના રુપમાં પુજાય છે. બ્રહ્મચારીયો, પહેલવાનો અને બોડીબિલ્ડરો માટે આ દિવસનું ખાસ મહત્ત્વ છે. બજરંગબલી, પવનસુત, મહાવીર,બાલીબિમા, અંજનીસુત, સંકટ મોચન, આંજનેય, મારુતિ, રુદ્રાવતાર, કેસરીનંદન જેવા અગણિત નામો હનુમાનજીના છે. તેમણે પોતાનું જીવન ભગવાન રામ અને માતા સીતા માટે સમર્પિત કર્યું હતું. દાદા હનુમાનને તેમના ભક્તો પોતાના સારા ભવિષ્ય માટે પ્રાર્થના કરે છે.

હનુમાનદાદાની પ્રાગટ્ય કથા

એકવાર એક મહાન ઋષિ અંગિરા રાજા ઈન્દ્રને મળવા ગયા. જ્યાં ઈન્દ્ર રાજાએ દ્વારા તેમનું સ્વાગત નૃત્ય પ્રદર્શનથી કરવામાં આવ્યું, જેમાં પુંજિકસ્થલા નામની યુવતીને રજુ કરવામાં આવી. જોકે, ઋષિને નૃત્યમાં કોઈ રસ નહોતો માટે તેમણે ધ્યાન કરવાનું ચાલુ કરતા રાજા ઈન્દ્રે તેમને નૃત્યના પ્રદર્શનમાં રસ ન દાખવતા તે વિશે પુછ્યું. તો જવાબમાં અંગિરા ઋષિએ કહ્યું કે, ‘હું મારા ઈશ્વરના ગાઢ ધ્યાનમાં છું. કારણકે મને આ પ્રકારના નાચગાનમાં કોઈ રસ નથી. આથી યુવતી ઋષિને પ્રસન્ન કરવા માટે ચેષ્ટાઓ કરવા લાગી. યુવતીની ચેષ્ટાઓથી ઋષિ અંગિરાના ધ્યાનમાં વિક્ષેપ પડતા તેઓ ક્રોધિત થયા અને યુવતીને શાપ આપ્યો કે તું હવે તું સ્વર્ગમાંથી ઉતરીને પૃથ્વીલોક પર જન્મ લઈશ. જ્યાં તારો એક પહાડી જંગલોમાં માદા વાનર તરીકે જન્મ થશે. ઋષિ અંગિરાના શ્રાપથી યુવતીને દુ:ખ અને પસ્તાવો થયો. આથી દયાળુ ઋષિ અંગિરાએ આશીર્વાદ આપ્યા, તારે ત્યાં ભગવાનનો એક મહાન ભક્ત પ્રગટ થશે. તે સદૈવ ભગવાનની સેવામાં રત રહેશે. પછીથી તે વાનરોના રાજાની કન્યાના રુપે પૃથ્વીલોકમાં પ્રગટ થઈ જ્યાં તેના સુમેરુ પર્વતના કપિરાજ કેસરી જોડે વિવાહ થયા. વિવાહથી ઋષિ અંગિરાના વરદાન મુજબ તેમને ત્યાં મહન તેજસ્વી મારુતિનું પ્રાગટ્ય થયું. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવે પૃથ્વી પર હનુમાનજીના રુપમાં  ફરીથી અવતરીત થયા હતા કારણ કે તેઓ પોતાનું વાસ્તવિક રુપમાં રહીને ભગવાન રામની સેવા નહોતા કરી શકતા હતા. આમ કેસરીનંદનના પ્રાગટ્યનો ઉત્સવ ઉજવાય છે.

 હનુમાન જન્મોત્સવ

કેટલાક લોકો હનુમાન જન્મોત્સવ કહેતા હોય છે તો કેટાલક હનુમાન જયંતી કહેતા હોય છે. હિન્દુ પંચાગમાં ક્યાંક હનુમાન જયંતી લખ્યું હોય છે અને કેટલીક જગ્યાઓ પર હનુમાન જન્મોત્સવ પણ લખ્યું હોય છે. પણ માન્યતાઓ મુજબ, હનુમાનજીના જન્મદિવસને જન્મજયંતી નહીં પણ જન્મોત્સવ કહેવું યોગ્ હોય. હકીકતમાં, જયંતિ અને જન્મોત્સવ બંને શબ્દનો અર્થ જન્મદિવસથી હોય છે. પણ જયંતી શબ્દનો પ્રયોગ એ લોકો માટે કરવામાં આવે છે, જે જીવિત છે જ નહીં. પણ વાત ભગવાન હનુમાનજીની કરીએ તો તેને કળયુગના અમર દેવતા માનવામાં આવ્યા છે. હનુમાન આઠ ચિરંજીવમાંથી એક છે. તેના અમરતાનું વરદાન પ્રાપ્ત કર્યું હતું. કહેવામાં આવે છે ભગવાન રામથી અમરતાનું વરદાન મળ્યા પછી હનુમાન જયંતિએ ગંધમાદન પર્વત પર નિવાસ કર્યો અને કળીયુમાં ધર્મની રક્ષામાટે હનુમાનજી હાજરાહજુર છે. એટલા માટે હનુમાનજીના જન્મદિવસની તિથિને જયંતી ને બદલે જન્મોત્સલ કહેવું યોગ્ય રહેશે. જ્યારે કોઈ અમર હોય છેતો તેની સાથે જયંતિ શબ્દ ન વાપરવો જોઈએ.

 હનુમાન જન્મોત્સવના દિવસે  ભક્તો કરે છે વિશેષ વ્રત-અનુષ્ઠાન

હનુમાન જન્મોત્સવ પર લોકો વ્રત રાખે છે, ધ્યાન કરે છે અને દાન પણ કરે છે. હનુમાન ચાલીસાનો પણ પાઠ કરે છે. પહેલવાનો અને બોડીબિલ્ડર માટે હનુમાન જ્યંતી ઘણી જ શુભ માનવામાં આ આે છે. ગામડાઓમાં બોડીબિલ્ડીંગ અને કુશ્તીની રમતોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે ભક્તો સવારે હનુમાન મંદિરોમાં જાય છે, હનુમાનની મુર્તિ પર સિન્દુર લગાવે છે, હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. લાડવાનો ભોગ ધરાવીને મંત્રોનો જાપ કરી આરતી પણ કરતા હોય છે. પૂજા પછી લોકો પોતાના માથા પર લાલ સિન્દુર લગાવે છે અને લોકોની વચ્ચે લાડવાનો પ્રસાદ વહેંચે છે.

આ પણ વાંચો:  શુક્રનું મેષ રાશિમાં ગોચર, પાંચ રાશિઓ પર લક્ષ્મીજીની વરસશે કૃપા

Back to top button