ટ્રેન્ડિંગધર્મ

આજે હર્ષણ યોગમાં મનાવાશે હનુમાન જન્મોત્સવઃ બજરંગબલી હરશે તમામ કષ્ટ

Text To Speech
  • આજે દેશભરમાં ધામધૂમથી મનાવાશે હનુમાન જન્મોત્સવ
  • હનુમાનજી છે ભગવાન શિવનો અંશ કહેવાય છે
  • આજે હનુમાન ચાલીસા, બજરંગ બાણ, સુંદરકાંડ, રામાયણ, રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો

હિંદુ પંચાગ અનુસાર હનુમાનજયંતિ બજરંગબલીના જન્મદિવસના રૂપમાં મનાવવામાં આવે છે. આ વખતે હનુમાન જયંતિ 6 એપ્રિલ ગુરૂવારના રોજ છે. આ દિવસે ભક્તજનો બજરંગબલીને પ્રસન્ન કરવા માટે વ્રત રાખે છે. દર વર્ષે હનુમાન જયંતિ ચૈત્ર મહિનાની પૂનમના દિવસે મનાવાય છે. સમગ્ર દેશમાં આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ શુભ દિવસને હનુમાન જન્મોત્સવના નામથી મનાવવામાં આવે છે. ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને સમર્પિત છે. હનુમાન જયંતિના દિવસે હનુમાનજી, ભગવાન શ્રી હરિ અને માતા લક્ષ્મીની કૃપા ભક્તોને મળશે. આ દિવસે બજરંગબલીની વિધિ-વિધાન પુર્વક પૂજા કરવાથી શનિ દોષમાંથી પણ મુક્તિ મળે છે.

આજે હર્ષણ યોગમાં મનાવાશે હનુમાન જન્મોત્સવઃ બજરંગબલી હરશે તમામ કષ્ટ hum dekhenge news

હર્ષણ યોગમાં મનાવાશે હનુમાન જયંતિ

હિંદુ પંચાગ અનુસાર હનુમાન જન્મોત્સવના દિવસે હર્ષણ યોગનો શુભ સંયોગ બની રહ્યો છે. આ દિવસે આખો દિવસ હર્ષણ યોગ રહેશે. આજે સવારે 10.04 વાગ્યે પુર્ણિમા સમાપ્ત થઇ જશે. પુર્ણિમા તિથિમાં પુજન કરનારા ભક્તો આજે સવારે 10.04 મિનિટ સુધી બજરંગબલીનું પૂજન કરી શકશે. જોકે પુર્ણિમાનો ઉપવાસ આખો દિવસ કરવો પડશે.

તમામ તકલીફોને કષ્ટ નિવારક પર છોડી દો

હનુમાનજી ભગવાન શિવજીનો અંશ કહેવાય છે. હનુમાનજીની પૂજા સૌથી જલ્દી મનોકામના પૂર્ણ કરે છે. હનુમાનજીની પૂજાથી તમામ પ્રકારના ભય દુર થાય છે. હનુમાનજયંતિના દિવસે હનુમાન ચાલીસા, બજરંગ બાણ, સુંદરકાંડ, રામાયણ, રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરી શકો છો. હનુમાનજી સમક્ષ ચૌમુખી દીપક પ્રગટાવો. સાચા મનથી બજરંગબલીની આરાધના કરવાથી તેઓ તમામ કષ્ટ દુર કરે છે. હનુમાનજીની પૂજા કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે.

આજે હર્ષણ યોગમાં મનાવાશે હનુમાન જન્મોત્સવઃ બજરંગબલી હરશે તમામ કષ્ટ hum dekhenge news

ઘર, ઓફિસ કે દુકાનમાં દક્ષિણ-પશ્વિમ કોણમાં પર્વત ઉઠાવતા હનુમાનજીનું ચિત્ર લગાવો. આમ કરવાથી ઘરના સભ્યોમાં સાહસ અને આત્મવિશ્વાસ વધે છે. ઉત્સાહ અને ઉમંગ મેળવવા માટે હવામાં ઉડતા હનુમાનજીનું ચિત્ર લગાવો. જ્યારે પણ કોઇ કાર્ય માટે બહાર જઇ રહ્યા હો ત્યારે હનુમાનજીની મુર્તિને પ્રણામ કરીને જ નીકળો. હનુમાનજયંતિના દિવસે ઘરની છત પર લાલ ધજા ફરકાવો.

આ પણ વાંચોઃ હનુમાન જયંતિ પર ન કરશો આ કામઃ અશુભ આવશે પરિણામ

Back to top button