મનોરંજન

હંસિકા મોટવાણીની માતાએ સોહેલના પરિવાર પાસેથી 5 લાખની માંગણી કરી હતી ! જાણો શું છે ઘટના

Text To Speech

હાલમાં હંસિકા મોટવાણી પોતાની ફિલ્મ કરતાં તેના એક શોના કારણે ચર્ચામાં છે. ડિઝની હોટસ્ટાર પર પ્રસારિત શો હંસિકાના ‘લવ શાદી ડ્રામા’ના તાજેતરના એપિસોડમાં, અભિનેત્રીની માતા મોના મોટવાણીએ હંસિકાના પતિ સોહેલ કથુરિયાના પરિવારના સભ્યો પાસેથી ફંક્શનમાં મોડા આવવા બદલ 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Hansika Motwani (@ihansika)

ડિસેમ્બરમાં અભિનેત્રી હંસિકા મોટવાણી અને બિઝનેશમેન સોહેલ કથુરિયાના લગ્ન એકદમ રોયલ હતા. રાજસ્થાનના જયપુરમાં મુંડોટા ફોર્ટ અને પેલેસમાં થયા હતા. હંસિકા-સોહેલના લગ્નની વિધિઓ કોઈપણ અવરોધ વિના કરવામાં આવી હતી. જોકે હંસિકાની માતા સોહેલના પરિવારથી નારાજ હતી. તેણી તેના વિશે ફરિયાદ કરતી જોવા મળી હતી. અભિનેત્રીની માતા મોના કહેતી જોવા મળે છે, મારી એક વિનંતી છે. કથુરિયાઓ એવા લોકો છે જેઓ બહુ મોડા આવે છે અને મોટવાણીઓ ખૂબ સમયના ચોક્કસ હોય છે. જો તમે આજે મોડા આવો છો, તો તમારે દરેક મિનિટના વિલંબ માટે મને 5 લાખ રૂપિયા ચૂકવવા પડશે.

FlashBack 2022: સ્ટાર્સ બંધાયા લગ્નના તાંતણે hum dekhenge news

જોકે તેમને આ વિનંતિ એટલા માટે કારણ એવું છે કે, લગ્નના દિવસે અશુભ સમય સાંજે 4:30 થી 6 વાગ્યાની વચ્ચે હતો. તેથી જ તેમણે આ પ્રકારની વિનંતી કરી હતી અને જેથી લગ્ન માટે કથુરિયા પરિવાર થોડો વહેલો આવી જાય. આ પછી સોહેલને મંડપમાં રાહ જોતા જોઈને હંસિકા પોતાની લાગણી વ્યક્ત કરે છે. તેણે કહ્યું કે તે ખૂબ જ સુંદર ક્ષણ હતી.

Hansika Motwani - Hum Dekhenge News
Hansika Motwani Wedding

સોહેલ મુંબઈ સ્થિત બિઝનેસમેન છે

જણાવી દઈએ કે હંસિકાનો પતિ સોહેલ મુંબઈ સ્થિત બિઝનેસમેન છે.તે હંસિકાની ઈવેન્ટ મેનેજમેન્ટ ફર્મ માટે ડેઝિગ્નેટેડ પાર્ટનર તરીકે પણ કામ કરે છે. તે એક ઉદ્યોગસાહસિક છે અને ટેક્સટાઈલ ફર્મના માલિક પણ છે જે 1985 થી વૈશ્વિક સ્તરે કપડાની નિકાસ કરી રહી છે. ગયા વર્ષે નવેમ્બરમાં હંસિકાએ સોહેલ સાથે સગાઈની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. અભિનેત્રીએ સોહેલ એફિલ ટાવરની સામે પ્રપોઝ કરતાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. થોડા મહિના પછી, દંપતીએ ભવ્ય રોયલ લગ્ન કર્યા. હાલમાં હંસિકા અને સોહેલ હેપ્પી મેરિડ લાઈફ માણી રહ્યા છે.

Back to top button