ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડસ્પોર્ટસ

એશિયન ગેમ્સ ક્રિકેટમાં ભારતને ગોલ્ડ મેડલ

Text To Speech

એશિયન ગેમ્સમાં ભારતે શનિવારે વધુ એક ગોલ્ડ મેડલ જીતી લીધો છે. એશિયન ગેમ્સની ક્રિકેટ ટુર્નામેન્ટની શનિવારે ફાઇનલ હતી, પરંતુ વરસાદને કારણે આ મેચ રદ્દ થતાં ભારતને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. સમગ્ર એશિયન ગેમ્સ દરમિયાન ક્રિકેટમાં ભારતને તેના પરફોર્મન્સને આધારે પ્રથમ વિજેતા જાહેર કરાતા ભારતને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો હતો.

વરસાદને કારણે મેચ રોકાઈ એ પહેલાં અફઘાનિસ્તાને બેટિંગ દરમિયાન 18.2 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 112 રન કર્યા હતા. ત્યારબાદ સતત વરસાદ ચાલુ રહેતા મેચ પડતી મૂકવામાં આવી હતી અને ભારતીય ટીમને તેના સર્વગ્રાહી પ્રદર્શનને આધારે વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. અફઘાનિસ્તાનની ટીમ સિલ્વર મેડલ જીતી હતી.

આ ઉપરાંત બેડમિંટન ડબલ્સમાં પણ સાત્વિક અને ચિરાગની ભારતીય જોડી ગોલ્ડ મેડલી જીતી ગઈ હતી.

Asian Games: Star pair Satwik-Chirag clinch first-ever gold for India in men’s badminton doubles
Read more At:
https://aninews.in/news/sports/others/asian-games-star-pair-satwik-chirag-clinch-first-ever-gold-for-india-in-mens-badminton-doubles20231007142729/

Back to top button