ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુરમાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા 15 અનાથ દીકરીઓના હાથ પીળા કરાયા

Text To Speech
  • સમૂહલગ્ન યોજી ધામધૂમથી લગ્ન લેવાયાં

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં મા-બાપ વિહોણી નોંધારી દીકરીઓનો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો. જેમાં મા-બાપ વિહોણી ૧૫ જેટલી દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડી દામ્પત્ય જીવનનો પ્રારંભ કર્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના ચડોતર હાઇવે પર સંકલ્પ ફાઉન્ડેશન અને દાતાઓના સહયોગથી જિલ્લા સહિત જિલ્લા બહાર વસતિ માં- બાપ વિહોણી અનાથ દીકરીઓના સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન ઉત્સવનું અનોખું આયોજન કરાયું હતું. જેમાં 15 દીકરીઓએ આ સમૂહ લગ્ન ઉત્સવ માં ભાગ લીધો હતો. અને પ્રભુતામાં પગલા પાડ્યા છે. મહત્વની વાત છે કે, સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા બે વર્ષથી આવી મા-બાપ વિહોણી દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરાય છે. જેમાં દાતાઓ દ્વારા માં- બાપ વિહોણી અનાથ દીકરીઓને કરીયાવર પણ આપવામાં આવ્યું હતું.

આ અંગે સંકલ્પ ફાઉન્ડેશનનારાકેશ રાવળ એ જણાવ્યું હતું કે, અમે ઝૂપડપટ્ટીમાં બાળકોને અભ્યાસ કરાવવા જતા હતા, ત્યારે એક અનાથ દીકરીને કોઈ આધાર નહોતો અને લગ્નનો પ્રશ્ન ધ્યાનમાં આવ્યો હતો. જેથી સોશ્યલ મીડિયામાં પોસ્ટ મૂકતા સમાજમાંથી અભૂતપૂર્વ સહયોગ મળ્યો હતો. ગયા વર્ષે પંદર જેટલી દીકરીઓ ના હાથ પીળા કર્યા હતા. એ જ રીતે આ વર્ષે પણ 15 અનાથ દીકરીઓના લગ્ન લેવામાં આવ્યા છે. આમ 30 જેટલી દીકરીઓના સુખી દાંપત્ય જીવન તરફ આગળ વધી રહી છે. આ અવસરમાં આખું પાલનપુર રંગાયું હતું. અમે પાલનપુરવાસીઓનો પણ આભાર માનીએ છીએ.

આ પણ વાંચો : ચૈત્રિ નવરાત્રીએ પાવાગઢ આવનાર દર્શનાર્થીઓ માટે GSRTC દ્વારા ધુ 60 બસો મુકવાનું આયોજન

Back to top button