સાવલી સ્થિત ફેક્ટરીમાં બનેલ પ્રથમ ટ્રેન કેન્દ્રને સોંપવામાં આવી, જુઓ આ અદ્દભૂત તસવીરો…
ભારતની પ્રથમ પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) નો પ્રથમ ટ્રેનસેટ સાવલી સ્થિત ઉત્પાદન ફેક્ટરીમાંથી ભારતની નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NCRTC) ને સોંપવામાં આવ્યો હતો. આપને જણાવી દઇએ કે ગુજરાતનાં સાવલી-વડોદરા પાસે ભારત સરકાર અને સેન્ટ્રલ રેલ્વે દ્વારા સ્વનિર્ભર ભારતના સપનાને સાકાર કરતી અત્યંત અદ્દભૂત અને આધુનિક ટ્રેન નિર્માણ ફેક્ટરી સ્થાપવામાં આવી છે.
આ અદ્દભત ટ્રેન જે ગુજરાતમાં બનેલી છે તેની તસવીરો જોઇ તમે પણ રહી જશો દંગ – જુઓ આ તસવીરો…..
The train is full of features for convenience of passengers. There are charging points & comfortable seats. The floor has been made in a particular way to keep it clean all the time. There'll be Wi-Fi and infotainment system on train: Manoj Joshi, Secy of MoHUA & NCRTC Chairman pic.twitter.com/nYG5RQG6B3
— ANI (@ANI) May 7, 2022
આ પ્રસંગે મનોજ જોશી, MoHUAના સેક્રેટરી અને NCRTC ચેરમેને આ અદ્દભૂત આટ્રેન વિશે જણાવ્યું હતું કે, ટ્રેન મુસાફરો માટે અનેક વિવિધ સુવિધાઓથી ભરેપૂર છે. મોબાઇલ-લેપટોપ ચાર્જિંગ પોઈન્ટ અને આરામદાયક બેઠકો છે. ફ્લોર હંમેશા સાફ રાહે તે માટે ચોક્કસ રીતે બનાવવામાં આવ્યું છે. ટ્રેનમાં વાઈ-ફાઈ અને ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ હશે.