ઈઝરાયલી હુમલામાં હમાસના ટોચના કમાન્ડરનું મોત, ગયા વર્ષે કહ્યું- મારો ફોટો રાખો, કદાચ હું….
03 જાન્યુઆરી, 2024: હમાસ નેતા સાલેહ અલ અરૌરીને તેના મૃત્યુ વિશે ખબર હતી. આ વાત સાલેહની પુત્રી દ્વારા જાહેર કરવામાં આવી છે. સાલેહ અલ અરૌરીની પુત્રીના જણાવ્યા મુજબ, ગયા વર્ષે હજ યાત્રા દરમિયાન અરાઉરીએ કહ્યું હતું કે હમણાં મારો ફોટો રાખો, હું આવતા વર્ષે કદાચ ન રહું. હજ તીર્થયાત્રા સમયે, અરૌરીએ કહ્યું હતું કે તેને હુમલા પછી પરિણામની ખબર હતી.
અરૌરી હમાસના ટોચના કમાન્ડરોમાંથી એક હતો અને ઈઝરાયલી સૈન્યની હિટ લિસ્ટમાં શામેલ હતો. અરૌરીએ પણ પશ્ચિમ કાંઠે હમાસનું નેતૃત્વ કર્યું હતું. અરૌરી અત્યાર સુધીના ઈઝરાયલી હુમલામાં માર્યા ગયેલા તમામ કમાન્ડરોનો સૌથી મોટો કમાન્ડર હતો. ઇઝરાઇલી સૈન્ય લાંબા સમયથી તેની શોધમાં હતી. અરૌલીને 15 વર્ષથી ઈઝરાયલની જેલમાં રાખવામાં આવ્યો હતો.
ઈઝરાયલે અરૌરીની હત્યા કરી હતી
ઈઝરાયલે હિઝબુલ્લાહના ગઢમાં ઘુસી અરૌરીને મારી નાખ્યો. ઈઝરાયલી આર્મીએ દક્ષિણ બૈરુતમાં હવાઈ હુમલો કરીને અરૌરીને માર્યો હતો. અરૌરી લેબનોનમાં દેશનિકાલનું જીવન પસાર કરી રહ્યો હતો. 2015માં, યુ.એસ.એ અરૌરીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો. આ સાથે તેના પર 5 મિલિયન ડોલરનું ઈનામ મૂકવામાં આવ્યું હતું.