ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘હમાસે યુદ્ધ શરૂ કર્યું, સમાપ્ત અમે કરીશું’ : ઇઝરાયેલ PM નેતન્યાહુ

  • યુધ્ધ વચ્ચે ઇઝરાયેલ PM નેતન્યાહુએ આપી ચેતવણી
  • ઈઝરાયેલ યુદ્ધમાં છે. અમે આ યુદ્ધ ઇચ્છતા ન હતા : PM નેતન્યાહુ

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે શનિવાર (7 ઓક્ટોબર) સવારથી યુધ્ધ ચાલી રહ્યું છે. ત્યારે ફરી આ યુધ્ધ વચ્ચે મંગળવારે(10 ઓક્ટોબરે) ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ સંબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે, ‘હમાસે યુદ્ધ શરૂ કર્યું, સમાપ્ત અમે કરીશું.  ઈઝરાયેલ યુદ્ધમાં છે. અમે આ યુદ્ધ ઇચ્છતા ન હતા. તેની શરૂઆત અત્યંત ક્રૂર રીતે કરવામાં આવી હતી.”  આ યુધ્ધમાં અત્યારસુધીમાં ઈઝરાયેલના 900થી વધુ લોકોના મૃત્યુ થયાં છે. જ્યારે અંદાજે 3800 લોકો ઘાયલ હોવાની સંભાવના રહેલી છે. 3 દિવસમાં ગાઝા અને પશ્ચિમ કાંઠે યુદ્ધના કારણે અંદાજે 704 લોકોના મોત થયા છે અને આશરે 2,616 લોકો ઘાયલ થયા છે.

અહેવાલ મુજબ, હમાસે યુદ્ધ શરૂ કર્યા બાદ ઈઝરાયેલે 3,00,000 સૈનિકોને એકત્ર કરીને જવાબી કાર્યવાહી કરી હતી. જ્યારે ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ મુજબ, ઈઝરાયેલે 1973ના યોમ કિપ્પુર યુદ્ધમાં 400,000 અનામત સૈનિકોને બોલાવ્યા હતા.

‘આની કિંમત ચૂકવવી પડશે’ : PM નેતન્યાહુ

ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ સંબોધનમાં કહ્યું કે, “ઇઝરાયેલ યુદ્ધમાં છે. અમે આ યુદ્ધ ઇચ્છતા ન હતા. તે સૌથી ક્રૂર રીતે શરૂ કરવામાં આવ્યું હતું. જો કે ઇઝરાયલે આ યુદ્ધ શરૂ કર્યું નથી, પરંતુ ઇઝરાયેલ તેનો અંત કરશે.” હમાસ પર પ્રહાર કરતા પીએમ નેતન્યાહુએ કહ્યું કે તેઓએ આની કિંમત ચૂકવવી પડશે અને તે લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. તેમણે કહ્યું કે હમાસ સમજી જશે કે તેમણે અમારા પર હુમલો કરીને ઐતિહાસિક ભૂલ કરી છે. અમે ચોક્કસ કિંમત કરીશું જે તેઓ અને ઇઝરાયેલના અન્ય દુશ્મનો આવનારા દાયકાઓ સુધી યાદ રાખશે.

ઇઝરાયલ વડાપ્રધાને હમાસની તુલના ISIS સાથે કરી

બંધકોની દુર્દશા પર બોલતા વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું કે, “નિર્દોષ ઇઝરાયલીઓ વિરુદ્ધ હમાસ દ્વારા કરવામાં આવેલા ક્રૂર હુમલાઓ આઘાતજનક છે. તેઓ ઘરોમાં ઘૂસીને પરિવારોને મારી નાખે છે, તહેવારોમાં સેંકડો યુવાનોને મારી નાખે છે, બાળકો અને વૃદ્ધોનું અપહરણ કરે છે. આ બધી બર્બરતા છે.” વડાપ્રધાન નેતન્યાહુએ હમાસની તુલના ISIS સાથે કરી અને તેની હાર માટે હાકલ કરી. આ સિવાય તેમણે પોતાના સંબોધન દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને અન્ય વિશ્વ નેતાઓનો પણ તેમના સમર્થન માટે આભાર માન્યો હતો.

આ પણ જુઓ :ઈઝરાયેલે કરી ગાઝાપટ્ટીની સંપૂર્ણ ઘેરાબંધી, યુદ્ધની સ્થિતિ વણસી

Back to top button