ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

યુદ્ધવિરામના ચોથા દિવસે હમાસે 33 પેલેસ્ટિનિયનોના બદલામાં 11 બંધકોને મુક્ત કર્યા

Text To Speech

તેલ અવીવ (ઇઝરાયેલ), 28 નવેમ્બર:  ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામના ચોથા દિવસે 11 ઇઝરાયેલી બંધકોને મુક્ત કરાયા છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે રેડ ક્રોસને બંધકોને મુક્ત કર્યાની પુષ્ટિ કરી હતી. જેમાં 33 પેલેસ્ટિનિયનના બદલામાં 11 ઈઝરાયેલી બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા.

52 દિવસ બાદ બંધકો ગાઝાની કેદમાંથી બહાર નીકળ્યા

ધ ટાઈમ્સ ઑફ ઇઝરાયેલના રિપોર્ટ મુજબ, હમાસે ઇઝરાયેલને 52 દિવસ સુધી બંધક બનાવી રાખ્યા હતા. મુક્ત થયા બાદ 11 બંધકો ગાઝામાંથી ઇઝરાયેલ પાછા ફરશે. આ તમામ ઇઝરાયેલી નાગરિકોની ઓળખ પાંચ પરિવારો દ્વારા કરવામાં આવી છે. વ્હાઈટ હાઉસના નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તા જ્હોન કિર્બીએ કહ્યું કે, અમે બારીકાઈથી નજર રાખીશું કે બંધકોના જૂથમાંથી કોઈ અમેરિકન તો નથી ને. તેમણે વધુમાં કહ્યું કે અમે નિશ્ચિત કરી રહ્યા છે કે, મૂળ કરારના ચોથા દિવસે બંધકોની વધુ એક બેચને મુક્ત કરવામાં આવે.

પાંચ પરિવારોના લોકોને મુક્ત કરાયા

ગાઝામાંથી મુક્ત કરાયેલા 11 ઇઝરાયલી બંધકોની ઓળખ પાંચ પરિવારોના હોવાનું જાણવા મળ્યું હતું. ક્યૂનિયો પરિવારમાંથી, શેરોન એલોની ક્યૂનિયો (33), એમ્મા ક્યૂનિયો (3), અને યુલી ક્યૂનિયો (3)ને મુક્ત કરવામાં આવ્યા હતા. જોકે, પિતા ડેવિડ ક્યૂનિયો હજુ પણ ગાઝામાં હમાસની કેદમાં છે. આ સાથે પાંચેય પરિવારોના પિતા હજુ પણ ગાઝામાં બંધક છે. ચોથા દિવસે યુદ્ધવિરામને બે દિવસ માટે લંબાવવાનો નિર્ણય લેવાયો હતો. 7 ઑક્ટોબરના હુમલામાં કિબુત્ઝ નિર ઓઝમાંથી કેટલાક ઇઝરાયેલી નાગરિકોનું અપહરણ કરાયું હતું.

આ પણ વાંચો: ઉત્તરકાશી ટનલમાં 52 મીટરનું ડ્રિલિંગ પૂર્ણ, રેસ્કયૂ ઑપરેશનનો પહેલો વીડિયો સામે આવ્યો

Back to top button