હમાસ ચીફ ઈસ્માઈલ હનીયાનું મૃત્યુ હવાઈ હુમલામાં નહીં પરંતુ આ રીતે થયું હતું, 2 મહિના પહેલા જ કરાઈ હતી તૈયારી
તેહરાન, 2 ઓગષ્ટ: હમાસ ચીફ ઈસ્માઈલ હનીયા તેહરાનમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં માર્યો ગયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. પરંતુ હવે ન્યૂયોર્ક ટાઈમ્સે એક ચોંકાવનારો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા છે. ન્યૂયોર્ક ટાઈમ્સે અમેરિકા અને મધ્ય પૂર્વના કેટલાક અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે હમાસના વડા ઈસ્માઈલ હનીયાના મૃત્યુની બે મહિના અગાઉથી જ તેહરાનના પોશ વિસ્તારમાં તૈયારી કરવામાં આવી હતી. ઈસ્માઈલ હનીયા અને તેના અંગરક્ષકો ત્યાં પહોંચ્યા કે તરત જ બંનેની હત્યા કરી દેવામાં આવી. અમેરિકન અખબારના જણાવ્યા અનુસાર બે મહિના પહેલા ઈસ્માઈલ હનીયાના ઘરમાં બોમ્બ ફીટ કરવામાં આવ્યો હતો.
ઈસ્માઈલ હનીયાના મારવાની બે મહિનાથી રાહ જોવાઈ રહી હતી
હવે આ મામલે ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યા બાદ વિશ્વભરને અચંબામાં મુકી દીધું છે. તેણે અમેરિકા અને મધ્ય-પૂર્વના ઘણા અધિકારીઓને ટાંકીને રિપોર્ટમાં જણાવ્યું છે કે, ઈસ્માઈલ હનીયા (Ismail Haniyeh)ને મારવા માટે તહેરાન (Tehran)ના પૉશ વિસ્તારમાં બે મહિનાથી રાહ જોવાઈ રહી હતી.
બે મહિના પહેલા બોંબ ફિટ કરાયો હતો
અમેરિકન સમાચાર પત્રના રિપોર્ટ મુજબ ઈસ્માઈલ હનીયાના ઘરમાં બે મહિના પહેલા જ બોંબ ફિટ કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમનું અને તેમના સુરક્ષા કર્મચારીનું મૃત્યુ થયું છે. જોકે બોંબ કોણે ફિટ કર્યો હતો, તેનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો નથી. પરંતુ આ મુદ્દે ઈરાને (Iran) પહેલા જ ઈઝરાયેલ (Israel)ની ગુપ્તચર એજન્સી મોસાદ (Mossad) પર આક્ષેપ લગાવ્યો હતો. ઈરાને આક્ષેપ કર્યો હતો કે, મોસાદની જાસૂસી બાદ ઈઝરાયેલી એરસ્ટ્રાઈકમાં ઈસ્માઈલ હનીયાને મારવામાં આવ્યો છે.
ઈરાનના ગેસ્ટ હાઉસમાં છુપાઈને રિમોટ બોંબ લગાવાયો હતો
રિપોર્ટ મુજબ હમાસના ટોચના કમાન્ડર હનીયાને મારવા માટે તેમના નિવાસસ્થાને જ બે મહિનાથી રાહ જોવાઈ રહી હતી. જ્યાં ઈરાનના હનીયાની આવવાની આશા હતી, ત્યાં બે મહિના પહેલા જ છુપાવીને એક બોંબ ફીટ કરાયો હતો. આ નિવાસસ્થાન એક મોટા પરિસરમાં આવેલું છે અને તેનો ઉપયોગ ઈરાનના રિવ્યોલ્યૂસનરી ગાર્ડ (IRGC) દ્વારા ગુપ્ત બેઠકો અને મહત્ત્વના મહેમાનોના રહેઠાણ માટે કરાતો હતો. હમાસના ટોચના વાર્તાકાર હનીયા થોડા દિવસો પહેલા કતરમાં રાજદ્વારી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. ત્યારબાદ તેઓ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા તહેરાન પહોંચ્યા હતા.
રૂમમાં હનીયાના હોવાની પુષ્ટી કર્યા બાદ કરાયો વિસ્ફોટ
રિપોર્ટ મુજબ મંગળવારે સવારે ઈસ્માઈલ હનીયા ઘરમાં પોતાના રૂમમાં હોવાની સમગ્ર માહિતી મેળવી લેવાઈ હતી, ત્યારબાદ હત્યારાઓએ રિમોટ બોંબથી વિસ્ફોટ કર્યો હતો. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે, બિલ્ડિંગનો ઘણો ભાગ ધરાશાઈ થયો હતો અને તેના દરવાજા પણ તૂટી ગયા હતા. આ વિસ્ફોટમાં હનીયા અને તેમના સુરક્ષા કર્મચારીઓ પણ માર્યા ગયા હતા.
આ પણ વાંચો : આજીવનભર જેલમાં સડવું પડશે ! યોગી સરકાર લવ જેહાદ પર વધુ કડક, યુપીનો કાયદો અન્ય રાજ્યોથી કેટલો અલગ છે?