ગુજરાત

ભરઉનાળે રાજકોટમાં આજે પાણીકાપ, શહેરની અડધીથી વધુ વસાહતને પાણી નહીં મળે

Text To Speech

રાજકોટ શહેરમાં ટેક્નીકલ કારણોસર મહાનગરપાલિકા આડેધડ પાણીકાપ ઝીંકી રહ્યું છે. GWILની લાઈનમાંથી એઈમ્સને પાણી આપવા માટે જોબ વર્ક કરવાનું હોવાથી આજે પાણીકાપ મૂકવામાં આવ્યો છે. આ સાથે હડાળા સમ્પ ખાતે રૂડાને હડાળાથી બેડી તરફ પાઇપલાઇન જોડાણને લઈને શર્ટડાઉનના કારણે પણ શહેરના વોર્ડ નં.1,2,3,4,5,7,9,10 અને 14 અને 15માં પાણી વિતરણ બંધ રહેશે.

ભર ઉનાળે પાણી કાપની જાહેરાત કરવામાં આવતા આજે અડધા રાજકોટને પાણી નહીં મળે. એક બાજુ વેકેશનનો માહોલ તો બીજી બાજુ વારંવાર ટેક્નિકલ કારણોને લીધે પાણી કાપ મુકવામાં આવી રહ્યો છે. બુધવારના દિવસે જ પાણી કાપ મુકવામાં આવતા ફેકટરીમાં કામ કરતા લોકોને રજાના દિવસે પાણીકાપ ભોગવવો પડશે.

આ વિસ્તારમાં પાણીકાપ
રાજકોટના દરેક વોર્ડમાં અમુક વિસ્તારમાં પાણી કાપ રાખવામાં આવ્યો છે. આજે કુલ 18 વોર્ડમાંથી 10 વોર્ડમાં પાણી કાપની જાહેરાત કરવામાં આવી છે. આ વિસ્તારોને પાણી નહીં મળે. જેમાં ગ્રીનલેન્ડ હેડવર્કસ હેઠળના મીરા પાર્ક 1,ચિત્રકૂટ પાર્ક, વૃંદાવન વિલા 1-2-3, ડી માર્ટ, વિઝન સ્કુલ,શાંતિ સદન કોમ્પ્લેક્ષ્,જય શક્તિ પાર્ક,વૃંદાવન પાર્ક 1,વૃંદાવન પાર્ક 2,વૃંદાવન પાર્ક 3,નરશી મેહતા આવાસ,ગણેશ કોમ્પ્લેક્ષ, ઉધમસિંહ આવાસ,મધુવન પાર્ક,પંચવટી પાર્ક,ગોકુલ ધામ રેસીડેનસી,તુલસીપાર્ક,શીવધારા સોસાયટી,ગુરૂૂદેવ પાર્ક 1 તથા 2(50 ફુટ રોડ),લક્ષ્મણ પાર્ક,અંબિકા પાર્ક,શિવ પરા, ગુરુદેવ પાર્ક ગેઈટ 1 તથા 2(કુવાડવા રોડ),એલ જી પાર્ક,ચિત્રકૂટ પાર્ક,સોમનાથ રીયલ તથા ગ્રીનલેન્ડ હેડવર્કસ હેઠળના અલકા પાર્ક, ભગીરથ સોસા., ગાંધી સ્મૃતિ સોસા-1-2, ગ્રામલક્ષ્મી સોસા., ગ્રીનગોલ્ડન પાર્કમાં પાણી વિતરણ બંધ રહેશે

18 વોર્ડમાંથી 10 વોર્ડમાં પાણીકાપ
આજે ગુલાબવાડી, હનુમાનપરા, હરિદ્વાર પાર્ક, ખોડીયાર પાર્ક, કોહિનૂર પાર્ક, એલ.પી.પાર્ક, લાખેશ્વર સોસા., લાલપરી મફતીયાપરા, માલધારી સોસા., માંન્છાનગર ખાડો, મનહર સોસા., મણીનગર, માર્કેટિંગ યાર્ડ હુડકો ક્વાર્ટર, મારૂૂતીનગર-1-2-3, મીરાપાર્ક, નારાયણ નગર, નરસિંહનગર, નવાગામ આવાસયોજના, નવાગામ શક્તિ સોસા. 56ન્યુ, ન્યુ ગાંધી સ્મૃતિ સોસા., ન્યુ શક્તિ સોસા., પટેલ પાર્ક, પેડક સંસ્થા, પ્રજાપતિ નગર, રામપાર્ક, રાધેપર્ક, રઘુવીર પાર્ક, રણછોડનગર, રણછોડવાડી-1-2, રત્નદીપ સોસા., સદગુરુ રણછોડનગર, સંતકબીર સોસા., સરદાર પટેલ કોલોની, સેટેલાઇટ પાર્ક, શિવમનગર પાણી વિતરણ બંધ રહેશે.

વોર્ડ નં.10ની અડધી વસ્તી પાણીવિહોણી
બેડી હેડવર્કસ હેઠળના વેલનાથ પરા,સાગર પાર્ક,સાઈ પાર્ક,કબીર ધામ,સ્કાય રેસીડેનસી,રાજ લક્ષ્મી ,સોહમ નગર,રાધિકા પાર્ક,આર ડી રેસીડેનસી,સીધી વિનાયક પાર્ક,ઓમ પાર્ક,હરી નગર,સુખ સાગર પાર્ક,અર્જુન પાર્ક,શિવમ પાર્ક,બજરંગ પાર્ક,સીતારામ પાર્ક,શાંતિ બંગલો,સરદાર એવનયુ,સીતારામ પાર્ક સૂચિત,ઘનશ્યામ નગર,આનંદ એવનયુ,સેટેલાઇટ પાર્ક,રાધા મીરા પાર્ક અને જયુબેલી જંકશન તરફ 3 મોચીનગર, પરસાણાનગર, જંકશન પ્લોટ સોસાયટી જીલ્લા ગાર્ડન 7 કરણપરા, પ્રહલાદ પ્લોટ, રામનાથપરા, દિવાનપરા, હાથીખાના, કોટક શેરી. વર્ધમાન નગર સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી નહી મળે

Back to top button