ઉત્તર ગુજરાતગુજરાત

હાલાકી : ડીસાના ભોપાનગર વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી ભરાઈ રહેતાં લોકો પરેશાન

Text To Speech
  • આંગણવાડીની બાજુમાં જ ગંદકી થતાં રોગચાળાની ભીતિ

પાલનપુર : ડીસાના ભોપાનગર વિસ્તારમાં આવેલા આંબેડકર નગરના રહીશો અત્યારે પ્રાથમિક સુવિધાને લઈ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં સર્જાઈ રહેલી ગંદકીને પગલે સ્થાનિકોની પરેશાન થઈ ઉઠ્યા છે. આ વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં જ્યાં માસૂમ ભૂલકાં અભ્યાસ કરવા માટે આવી રહ્યા છે. ત્યાં પણ સર્જાયેલી ગંદકીને પગલે બાળકોના આરોગ્ય સામે પણ મોટું જોખમ જોવા મળી રહ્યું છે. આ વિસ્તારના લોકો દ્વારા ડીસા નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.


આ સમસ્યા અંગે સ્થાનિક રહીશ શારદાબેન અને જબુબેને જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય થઈ ગયું છે. ગટરના પાણીના નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા નથી. દર વખતે ચૂંટણી આવે ત્યારે નેતાઓ આવે છે. આ વિસ્તારની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવી દઈશું તેવા વચનો આપે છે. પરંતુ ચૂંટણી પત્યા પછી કોઈ જ આ વિસ્તારમાં દેખાતું પણ નથી.

અત્યારે અહીં આંગણવાડીની બાજુમાં જ ગટરનું ગંદુ પાણી ભરાય છે. તેના કારણે આંગણવાડીમાં આવતા બાળકોને પણ મોટી મુશ્કેલી વેઠવી પડે છે અને રોગચાળો ફેલાવવાની પણ શક્યતા છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક આ વિસ્તારની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવે તેવી લોકોની માગ છે.

આ પણ વાંચો :  દબાણદાર સામે કાર્યવાહી થશે : ડીસામાં સીટી સર્વે અને નગરપાલિકા દ્વારા માપણીની પ્રક્રિયા હાથ ધરાઈ

Back to top button