લાઈફસ્ટાઈલવિશેષહેલ્થ

હેર ટિપ્સ:વરસાદમાં પલળવાથી માથામાં થઇ શકે છે ફંગલ ઇન્ફેકશન, ખંજવાળ અને સોજાથી થઇ જશો ત્રસ્ત

Text To Speech

વરસાદની ઋતુમાં ભીંજાવાને કારણે વાળમાં અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. શું તમને પણ ચોમાસામાં પલળવાને કારણે તમારા માથા પર ફોલ્લીઓ થાય છે? ડર્મેટોલોજિસ્ટ જણાવે છે કે, વરસાદમાં ભીના થયા પછી વાળ લાંબા સમય સુધી ભીના રહે છે તો ઘણા લોકોને માથાની ચામડી પર ફોલ્લીઓ થઈ જાય છે. ક્યારેક હેરઓઈલ અથવા સીબમ પણ માથાની ફોલ્લીઓનું કારણ બને છે. સીબમ એક વેકસ જેવું અને ઓઇલી પદાર્થ છે, જે માથાની ચામડીને સુકાઈ જવાથી બચાવે છે. જો કે, વધુ પડતી સીબમને કારણે માથાના સ્કેલ્પ ઓઇલી થઈ જાય છે, જેના કારણે છિદ્રો ભરાઈ જાય છે અને ખીલની સમસ્યા થવા લાગે છે. ક્યારેક વરસાદમાં ભીના થવાથી ફંગલ ઇન્ફેક્શન પણ થાય છે.

ફોલ્લીઓ થવા પાછળ સ્ટેરોઇડ અથવા એન્ડ્રોજેનિક પ્રોડક્ટ પણ છે કારણ : આ ફોલ્લીઓ વધુ પડતા તેલની માલિશ, ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં વધારો અને સ્ટેરોઇડ અથવા એન્ડ્રોજેનિક સપ્લિમેન્ટ્સ લેવાથી પણ થઈ શકે છે. સ્કેલ્પ ઉપરની ચામડી પર ફોલ્લીઓ અથવા ખીલને કારણે પણ સોજો, દુખાવો અને ખંજવાળની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

હેર સ્ટાઇલિંગની પણ થઇ શકે છે અસર : માથામાં ડેડ સ્કિન હોવાને કારણે સ્કેલ્પ ખંજવાળ અને બળતરા થવા લાગે છે. ઘણા રિસર્ચમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે લોકો પોતાના વાળને સાફ નથી રાખતા અથવા તો જે લોકોને વધુ પડતો પરસેવો થવાની સમસ્યા હોય અથવા જેઓ વાળની સ્ટાઈલ માટે વેક્સ અને જેલ લગાવે છે. તેઓને રિએક્શનને કારણે સ્કેલ્પ પર પિમ્પલ્સ પણ થઈ જાય છે. તણાવ, ચિંતા, ઉંઘ ન આવવા કે લાઇફસ્ટાઈલને કારણે પણ આ સમસ્યાઓ વધે છે. આ ફોલ્લીઓ પણ કોઈપણ સારવાર વિના ઠીક થઈ જાય છે, જો કે તેના કારણે વાળ ખરવા લાગે છે. ક્યારેક માથાની વચ્ચેથી કેટલાક વાળ ખરવા લાગે છે.

લાઇફસ્ટાઈલમાં કરો ફેરફાર : સ્કેલ્પ પર ખીલ ન થાય તે માટે હેલ્ધી ડાયટ લો. ધુમ્રપાન ના કરો. જો તમે સ્ટેરોઇડ લેતા હોવ તો લેવાનું બંધ કરો. કેમિકલવાળી પ્રોડક્ટનો ઉપયોગ કરશો નહીં. વાળને સૂકવવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ કરવાનું બને ત્યાં સુધી ટાળો. પોની બાંધીને રાખવાથી ખીલની સમસ્યા ઘટી શકે છે. જો સમસ્યા વધી રહી છે, તો કોઈપણ પ્રકારની હેર પ્રોડક્ટનો ઉપયોગ કરતા પહેલા ત્વચારોગ નિષ્ણાતની સલાહ લો.

સ્કેલ્પ અનુસાર શેમ્પુની કરો પસંદગી : જો સ્કેલ્પ ઓઇલી હોય તો દર બે દિવસે શેમ્પુ જરૂર કરો, તો સ્કેલ્પ અનુસાર શેમ્પુની પસંદગી કરો.

Back to top button