જામનગરના પાપા લુઈસ પીઝા પાર્લરમાં ફૂડમાંથી નિકળ્યો વાળ


- પાપા લુઈસ પીઝા નામની હોટલમાં ફૂડ વિભાગે દરોડો પાડ્યો
- તપાસ દરમિયાન હોટલમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો
- હોટલ સંચાલકને રૂપિયા 5,000નો દંડ ફટકારી નોટિસ પણ પાઠવી
જામનગર શહેરના ગ્રીન સિટી વિસ્તારમાં આવેલી પાપા લુઈસ પીઝા નામની હોટલમાં ફૂડ વિભાગે દરોડો પાડ્યો હતો. જ્યાં હાઈજીનનો સદંતર અભાવ જોવા મળ્યો હતો.
તપાસ દરમિયાન હોટલમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો
ગ્રાહકો દ્વારા ફ્રેન્ચ ફ્રાય અને ચણા મસાલામાં વાળ નીકળવાની ફરિયાદ મળ્યા બાદ આરોગ્ય વિભાગે આ કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન હોટલમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો, જેના કારણે આરોગ્ય વિભાગે હોટલ સંચાલકને રૂપિયા 5,000નો દંડ ફટકારી નોટિસ પણ પાઠવી હતી.
હાઇજેનિક રીતે ખાદ્ય પદાર્થો બનાવવાનો આદેશ આપ્યો
જામનગર મહાનગર પાલિકાની ફુડ શાખાના ફૂડ ઇન્સ્પેક્ટર ડી.પી.પરમારે જણાવ્યું હતું કે, હોટલમાં કોઈપણ વસ્તુ હાઇજેનિક રીતે બનાવવામાં આવી રહી ન હતી, જે ગ્રાહકોના આરોગ્ય માટે જોખમી છે. ગ્રાહકોએ 18.2.2025 ના રોજ બપોરના 03.33 વાગ્યે હોટલમાં જમવાનો ઓર્ડર કર્યો હતો. જેનો બિલ નંબર 8813 હતું. જેમાં લંચ માટે 3 લોકો માટે 279 રૂપિયા પ્રતિ વ્યક્તિના ભાવે કુલ 837 રૂપિયા અને જી.એસ.ટી. સાથે ગ્રાન્ડ ટોટલ 879 રૂપિયા ચૂકવ્યા હતા, અને ફ્રેન્ચ ફ્રાય અને ચણા મસાલામાં વાળ નીકળવાની ફરિયાદ કરી હતી. ફૂડ વિભાગે હોટલ સંચાલકને તાત્કાલિક સ્વચ્છતા સુધારવા અને હાઇજેનિક રીતે ખાદ્ય પદાર્થો બનાવવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત: હવે સરકારી કચેરીઓમાં બહાના નહીં ચાલે, ઓફિસમાં મોડા પડ્યા તો રજા કપાશે