ટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટી

Haier એ લાઈફટાઈમ કોમ્પ્રેસર વોરંટી સાથે સાથે AC કર્યું લોન્ચ, 15 મિનિટમાં મળશે સવચ્છ ઠંડક

નવી દિલ્હી, 29 જૂન, હાયર એપ્લાયન્સીસે ભારતમાં તેની નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે. Haier એ તેનું લેટેસ્ટ એર કંડિશનર Haier Kinouchi ડાર્ક એડિશન AC ભારતમાં લોન્ચ કર્યું છે. આ AC આધુનિક ટેક્નોલોજી અને સ્ટાઇલિશ ડિઝાઇન કોમ્બો સાથે આવે છે. બ્રાન્ડનું કહેવું છે કે નવું મોડલ આધુનિક ટેક્નોલોજી અને સ્ટાઇલિશ ડિઝાઇનનું મિશ્રણ છે. આ તમારા ઘરને પણ સુંદર દેખાવ આપશે.

Haier Kinouchi ડાર્ક એડિશન AC ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે આ AC આધુનિક ટેક્નોલોજી સાથે સ્ટાઇલિશ ડિઝાઈનનું કોમ્બિનેશન આપે છે. બ્રાન્ડ આ એસીના કોમ્પ્રેસર પર આજીવન વોરંટી આપી રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર આ એર કંડિશનર 1.6 ટન અને 1 ટન ક્ષમતામાં ઉપલબ્ધ છે. જો બ્રાન્ડની વાત માનીએ તો આ AC 20 ગણી ઝડપી ઠંડક આપશે. કંપનીનો દાવો છે કે, આ AC 60 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનમાં પણ અસરકારક ઠંડક આપી શકે છે.

Haier Kinouchi ડાર્ક એડિશન AC કિંમત

Haier Kinouchi ડાર્ક એડિશનને કંપનીએ 46,990 રૂપિયાની કિંમતે લોન્ચ કર્યું છે. આ AC ભારતમાં મોટા રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ છે.  લોન્ચ ઓફર હેઠળ, કંપની આ AC પર 5 વર્ષની વ્યાપક વોરંટી આપી રહી છે, જેની કિંમત 15,990 રૂપિયા છે. આ સાથે AC પર 10 ટકા કેશબેક ઓફર મળશે. કંપની ફ્રી ઇન્સ્ટોલેશન અને આજીવન કોમ્પ્રેસર વોરંટી ઓફર કરી રહી છે. આ AC ભારતમાં મોટા રિટેલ સ્ટોર્સ પર ખરીદી માટે ઉપલબ્ધ છે.

જાણો ખાસિયત

તેમાં ફ્રોસ્ટ સેલ્ફ ક્લીન ટેક્નોલોજી આપવામાં આવી છે, જે તમને 99.9 ટકા સુધી જંતુમુક્ત કરીને સ્વચ્છ હવા પૂરી પાડે છે. તે 15 મિનિટમાં હવાને સાફ કરી શકે છે. તેમાં સંપૂર્ણ ડીસી ઇન્વર્ટર ટેક્નોલોજીની વિશેષતા છે. મજબૂત કામગીરી માટે તેમાં ડ્યુઅલ ડીસી કોમ્પ્રેસર આપવામાં આવ્યું છે. યુઝર્સ ઇન્ટેલિજન્ટ કન્વર્ટિબલ ફીચરની મદદથી કૂલિંગ ક્ષમતાને નિયંત્રિત કરી શકે છે. વધુ સારી કાર્યક્ષમતા અને ઊર્જા બચત માટે આ ACમાં Intelli Pro સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટર્બો મોડમાં યુઝર્સને ફાસ્ટ કૂલિંગ મળશે. તે 20 મીટર સુધી હવાના પ્રવાહ સાથે આવે છે. કંપનીનું કહેવું છે કે ACમાં ખાસ કોટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે ઘટકો લાંબા સમય સુધી અસરકારક રીતે કામ કરી શકે છે. સ્થિર કામગીરી માટે આ એસીમાં હાયપર પીસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો..Daiwaએ ભારતમાં નવું સ્માર્ટ ટીવી કર્યું લોન્ચ, ફીચર્સ અને કિંમત જોઈને જનતા છે ખુશ

Back to top button