ટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધી સાથે મંચ પર સેલ્ફી લેવા થઈ પડાપડી, જ્યારે ગુસ્સે થયા રાહુલ ગાંધી પછી શું થયું જુઓ વિડીયો..

Text To Speech

કોંગ્રેસ નતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હવે હરિયાણા પહોંચી ગઈ છે. ત્યારે રાહુલ ગાંધી અવાર નવાર ભારત જોડો યાત્રાને લઇને ચર્ચામાં રહેતાા હોય છે. ત્યારે આજે હરિયાણા ખાતે રાહુલ ગાંધીએ એક સમારોહમાં હાજરી આપી હતી. આ સમારોહમાં રાહુલ ગાંધી એક નેતા પર ભારે ગુસ્સે થયા હતા જાણો શું હતો આ સમગ્ર મામલો.

રાહુલ ગાંધી થયા ગુસ્સે -HUMDEKHENGENEWS

રાહુલ ગાંધીએ કોંગ્રેસી નેતાનો ખેંચ્યો હાથ

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આજે રાજસ્થાનથી હરિયાણામાં પહોંચી હતી. ત્યારે રાજસ્થાન હરિયાણા બોર્ડર પર રાહુલ ગાંધીના સ્વાગતમાં એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં અનેક લોકો રાહુલ ગાંધી સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરી રહ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના એક નેતા સેલ્ફી લેવા જતા રાહુલ ગાંધી તેમના પર ભારે ગુસ્સે થયા હતા, જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે. કે મંચ પર ભારે ભીડ છે. અને લોકો રાહુલ ગાંધી સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરી રહ્યા છે. આ દરમિયાન મંચ પરથી સેલ્ફી લઇ રહેલા એક કાર્યકરનો રાહુલગાંધીએ ગુસ્સામાં હાથ ખેંચી લઈને સેલ્ફી લેતા અટકાવ્યો હતો.

વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

રાહુલ ગાંધીનો આ વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. અને લોકો આ વિડીયોને લઇને અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે, ત્યારે ભાજપ દ્વારા આ શું થઇ ગયું ? જેવી પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. તો બીજી તરફ કેટલાક લોકો દ્વારા રાહુલ ગાંધીના આ વલણની  પ્રશંસા પણ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં હાઈકોર્ટે ઓરેવા ગ્રુપને ફટકારી નોટિસ

Back to top button