ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

હેકરે કંપનીનું સર્વર કર્યું હેક, 15 લાખ હિંદુ યુવતીઓનો ડેટા ઈસ્લામિક દેશોને વેચ્યો!

  • રાજસ્થાનમાં હેકરે મહિલાઓનો ડેટા કર્યો ચોરી!
  • હેકરે 15 લાખ હિંદુ છોકરીઓનો ડેટા ઈસ્લામિક દેશોને વેચ્યો
  • કંપનીમાં કામ કરતી મહિલાઓનો ડેટા ચોરાયો
  • પોલીસે ઝડપ્યો આરોપી હેકરને, જાણો સમગ્ર મામલો 

રાજસ્થાનમાં એક શાતિર હેકરે મહિલાઓના ઓનલાઈન અંડરગારમેન્ટ્સ સપ્લાય કરતી કંપનીનું સર્વર હેક કરીને 15 લાખ હિંદુ છોકરીઓ અને મહિલાઓનો ડેટા ચોરી લીધો હતો. ત્યાર બાદ આ ડેટા ઈસ્લામિક દેશોને વેચી દેવામાંઆવ્યો. કંપનીની ફરિયાદ બાદ પોલીસે આરોપી સંજય સોનીની રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરી લીધી છે. મહત્વનું છે કે આરોપી ડેટા લીક કરવાની ધમકી આપીને કંપનીને બ્લેકમેલ પણ કરતો હતો. આરોપી શખ્સે કંપનીને બ્લેકમેલ કરીને 1500 ડોલર પણ વસૂલ કર્યા હતા.

આરોપી હેકરે મહિલાઓની કઈ વિગતો ચોરી?

રાજસ્થાનની રાજધાની જયપુરના SOG પોલીસ સ્ટેશનમાં આ મામલે તાજેતરમાં જ કંપની વતી કેસ કરવામાં આવ્યો હતો. કંપની દ્વારા દાખલ કરાયેલા કેસ અનુસાર, હેકરે કંપનીમાં કામ કરતી મહિલાઓની તમામ અંગત વિગતો જેમ કે નામ, મોબાઈલ નંબર, ઈ-મેલ આઈડી, જન્મ તારીખ અને કદ જેવી તમામ પર્સનલ માહિતીને કોપી કરીને ચોરી લીધી હતી. 24 એપ્રિલે હેકરે આ બાબતે કંપનીને મેઈલ કરીને જણાવ્યું હતું કે સર્વર હેક કરીને તમારી કંપનીની તમામ મહિલાઓનો ડેટા ચોરી લેવામાં આવ્યો છે.

16 મેના રોજ હેકરે કંપનીને હેસ્ટેગ કરી અને ટ્વીટ કર્યું

તે પછી હેકરે 16 મેના રોજ પણ કંપનીએ હેસ્ટેગ કરીને ટ્વીટ કર્યું કે તમારી કંપનીની 15 લાખ હિન્દુ છોકરીઓનો ડેટા લીક થઈ ગયો છે. આ ડેટાને ઈસ્લામિક દેશોમાં મોકલવામાં આવી રહ્યો છે. 25મી મેના રોજ કંપનીને મોકલવામાં આવેલ મેઈલને ફરી તેણે રીટ્વીટ કર્યો. આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરીને આરોપીને ઝડપી લીધો હતો. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછમાં ઘણા મોટા ખુલાસા થવાની સંભાવના છે.

પોલીસ સમગ્ર મામલાની તમામ એંગલથી તપાસ કરી રહી છે

રાજસ્થાનમાં કદાચ આ પ્રકારનો આ પહેલો કિસ્સો છે જ્યાં એક સાથે આટલી મોટી સંખ્યામાં કોઈ કંપનીનો આટલો ડેટા ચોરાઈ ગયો હોય. પોલીસ સમગ્ર મામલાના ઉંડાણમાં જવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે આરોપીના પુરા બેકગ્રાઉન્ડની તપાસ કરવામાં આવી રહી છે. જો કે પોલીસ દરેક એંગલથી આ મામલાની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: અશોક ગેહલોતે ક્લેક્ટર સામે કર્યો માઈકનો ઘા, જુઓ વિડિયો

 

Back to top button