અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રાવેલ

કુંભલગઢમાં પ્રવાસીઓથી ભરેલી જીપ્સી પલટી, અમદાવાદી પ્રવાસી હતા સવાર

Text To Speech

રાજસમંદના કુંભલગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી દુર્ઘટના બનતા ટળી હતી. કુંભલગઢના જંગલમાં સફારી દરમિયાન પ્રવાસીઓથી ભરેલી જીપ્સી બેકાબૂ થઈને પલટી ગઈ હતી. જીપ્સીને પલટી મારવાનું કારણ વધુ ઝડપ હોવાનું કહેવાય છે. અકસ્માતમાં બે પ્રવાસીઓ ઘાયલ થયા હતા, જેમને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેમને પ્રાથમીક સારવાર આપવામાં આવી હતી.

અમદાવાદના કેટલાક પ્રવાસીઓ કુંભલગઢની મુલાકાતે આવ્યા હતા. સાઇડ સીન માટે રોજેરોજ ચાલતા જીપ્સીમાં તેઓ ગયા હતા. તેઓનું કહેવું છે કે, જીપ્સીનું ટાયર કાદવમાં ફસાઈ ગયું હતું. જેના કારણે આ ઘટના બની હતી. જેમાં એક મહિલા અને 3 બાળકોને નાની મોટી ઈજાઓ થઈ હતી.

કુંભલગઢના કડિયા કંબોડા રોડ પર પ્રવાસીઓને સાઈડ સીન કરાવા ગયેલી જીપ્સી બેકાબુ થઈને ખાડામાં પલટી ગઈ હતી. જ્યારે કુંભલગઢના જંગલમાં ગામડાની સફારી પર પ્રતિબંધ છે. તે છતા પણ 20થી વધુ ગેરકાયદે જીપ્સીઓ સફારીના કામમાં લાગેલી છે. સ્થાનિક ગ્રામજનોએ આના પર નિયંત્રણ અને કાર્યવાહી માટે સબ ડિવિઝનલ ઓફિસરને પત્ર લખ્યો છે. પત્રમાં ગ્રામજનોએ લખ્યું છે કે લોકોને ખુલ્લા વાહનોમાં ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવે છે અને ગીતો વગાડવામાં આવે છે, જેનાથી કુંભલગઢની આસપાસના ગામડાઓના ગ્રામીણ જીવનમાં દખલ થઈ રહી છે.

 

આ ઘટનામાં અમદાવાદની ભાર્ગી ભાગસર, પ્રિશા, હિયા અને મીનાને સામાન્ય ઈજા થઈ હતી.

Back to top button