ટોપ ન્યૂઝનેશનલ

જ્ઞાનવાપી પર ‘સુપ્રીમ’ વિવાદઃ હવે દીવાલ તોડવા માટે કોર્ટમાં અરજી

Text To Speech

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં સરવે તો પૂરો થઈ ગયો. પરંતુ, તેને લઈ વિવાદ દિવસે-દિવસે વધુ વકરી રહ્યો છે. હિન્દુ પક્ષનો દાવો છે કે વજૂખાનાની નીચે એક દબાયેલું શિવલિંગ મળી આવ્યું છે. જ્યારે બીજા પક્ષે આ દાવાને નકાર્યો છે. હાલ તો, આ મામલાને લઈ વિવાદ એટલી હદે વકર્યો છે કે, હવે કોર્ટમાં સુનાવણી થશે. જ્ઞાનવાપીને લઈ કોર્ટમાં કેટલીક અરજીઓ પણ દાખલ કરવામાં આવી છે. જેના પર હવે કોર્ટના ફેંસલાની રાહ જોવાઈ રહી છે.

શિવલિંગ મળ્યું છે તો તેને સુરક્ષિત રાખો-SC

કોર્ટ પાસે શું છે માગ ?
જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના તળાવમાં શિવલિંગ મળવાના દાવા બાદ કાશી વિશ્વનાથ કોરિડોરમાં બિરાજમાન નંદી ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે. જેનું મુખ મસ્જિદના તળાવની દિશામાં છે. વારાણસીની ત્રણ મહિલાઓએ અદાલતમાં એક અરજી દાખલ કરી સરવેને આગળ વધારવાની માંગણી કરી છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે, કાશી વિશ્વનાથ કોરિડોરમાં જે જગ્યાએ નંદી બિરાજમાન છે તેની સામેની દીવાલને તોડીને ત્યાં સરવે કરવામાં આવે.

હવે કોર્ટના ફેંસલાની રાહ

દખલગીરી કરવાનો સુપ્રીમનો ઈનકાર
આ મામલાની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટમાં પણ થઈ ચૂકી છે. જ્યાં નીચલી અદાલતની કાર્યવાહીમાં કોઈપણ પ્રકારની દખલગીરી નહીં કરવાનું સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહી દીધું છે. વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદનો સરવે કરાવવા માટે વારાણસી કોર્ટના આદેશ વિરૂદ્ધ મુસ્લિમ પક્ષની અરજી પર સુપ્રીમ કોર્ટે કેટલાંક મહત્વના નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પરિસરમાં જે જગ્યાએ શિવલિંગ મળ્યું છે, તે જગ્યાને સુરક્ષિત રાખવામાં આવે. પરંતુ કોર્ટે એમ પણ કહ્યું કે લોકોને નમાઝ અદા કરવાથી ન રોકવામાં આવે. મુસ્લિમ પક્ષ દ્વારા લોબિંગ કરી રહેલા હુફૈઝા અહમદીને સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ અરજી પૂજા-અર્ચના માટેની છે, ન કે માલિકી હક્કની ત્યારે આ અંગે અહમદીએ કહ્યું હતું કે એવામાં ત્યાંની સ્થિતિ જ બદલી જશે.

Back to top button