ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં વારાણસીના જિલ્લા ન્યાયાધીશ જ કેસની સુનાવણી કરશેઃ SC

Text To Speech

દિલ્લી: વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ કેસને વારાણસી જિલ્લા કોર્ટમાં ટ્રાન્સફર કર્યો છે. ત્યારે આ સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, અમે જિલ્લા ન્યાયાધીશ પર સવાલો ઉઠાવી શકીએ નહીં, તેમની પાસે 25 વર્ષનો બહોળો અનુભવ છે. આ સાથે જ કોર્ટે શિવલિંગ જ્યાં મળ્યું છે તે જગ્યાને સીલબંધ રાખવા અને મર્યાદિત સંખ્યામાં મુસ્લિમોને નમાઝ અદા કરવાની મંજૂરી આપવાનો વચગાળાનો આદેશ યથાવત રાખ્યો છે. વધુમાં કોર્ટે કહ્યું કે, 17 મેના રોજ લાગુ કરવામાં આવેલો આ આદેશ 8 અઠવાડિયા સુધી એટલે કે 17 જુલાઈ સુધી લાગુ રહેશે. ત્યારપછી જ આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.

હિન્દુ પક્ષે જવાબ રજૂ કર્યોઃ મુસ્લિમ પક્ષ તરફથી કોર્ટમાં એવી અરજી દાખલ કરવામાં આવી હતી કે, મસ્જિદમાં સર્વે કરાવવાનું કોઈ કારણ નથી. ત્યારે હિન્દુ પક્ષે પણ આજે આ અંગે પોતાનો જવાબ રજૂ કર્યો હતો. હિંદુ પક્ષ તરફથી વકીલ વિષ્ણુ જૈને સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, વારાણસીમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદ કોઈ મસ્જિદ નથી, કારણ કે મુઘલ સમ્રાટ ઔરંગઝેબે આ જમીન પર વકફ બનાવવાનો કોઈ આદેશ કોઈપણ મુસ્લિમને સોંપ્યો ન હતો. જ્યારે ઈતિહાસકારોએ પણ પુષ્ટિ કરી છે કે, ઈસ્લામિક શાસક ઔરંગઝેબે 9 એપ્રિલ 1669ના રોજ તેમના વહીવટીતંત્રને વારાણસીમાં ભગવાન આદિ વિશ્વેશ્વરના મંદિરને તોડી પાડવાનો આદેશ કર્યો હતો. વધુમાં હિંદુ પક્ષે જણાવ્યું કે, આ મામલો 100 વર્ષથી વધુ જૂનો છે અને તે 1991ના પૂજા સ્થળ કાયદાના દાયરામાં આવતો નથી. આવી સ્થિતિમાં આ કેસની સુનાવણી અને સર્વે માટે કોર્ટ કમિશનની રચના પર સવાલ ઉઠાવી શકાય નહીં.

સર્વેમાં મંદિરના મજબૂત પુરાવા મળ્યાઃ સર્વેના અહેવાલ અનુસાર જ્ઞાનવાપી સંકુલમાં પ્રાચીન મંદિરના નક્કર પુરાવા તરીકે દેવી-દેવતાઓની કલાકૃતિઓ, મૂર્તિઓ, ત્રિશુલ, સ્વસ્તિક, પાન વગેરે પુરાવા મળ્યા છે. જ્યારે અહેવાલમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, જેને મુસ્લિમ પક્ષ દ્વારા ફુવારો ગણાવવામાં આવી રહ્યો છે. તે વજુખાનાના તળાવમાં મળેલી શિવલિંગની આકૃતિમાં પાણીના પાઇપ નાખવાની કોઈ જગ્યા જોવા મળી નથી.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણીના વિશેષ મુદ્દાઃ

  • સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ કેસને જિલ્લા ન્યાયાધીશ વારાણસીને ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, ઉત્તર પ્રદેશ ન્યાયિક સેવાના વરિષ્ઠ અને અનુભવી ન્યાયિક અધિકારીઓ કેસની સુનાવણી કરશે.
  • મસ્જિદ પરિસરમાં મળેલા શિવલિંગની જગ્યાને સુરક્ષિત રાખવાનો સુપ્રીમ કોર્ટનો વચગાળાનો આદેશ અમલમાં રહેશે.
  • મસ્જિદ કમિટીના વરિષ્ઠ વકીલ હુઝેફા અહમદીએ સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે, ટ્રાયલ કોર્ટ દ્વારા શરૂઆતથી જ પસાર કરાયેલા તમામ આદેશો જાહેરમાં મોટી હાલાકી ઊભી કરવા સક્ષમ છે.
Back to top button