ઉત્તર ગુજરાતગુજરાત

ડીસાની સરદાર પટેલ હાઇસ્કૂલના સુવર્ણ જયંતિ સમારોહ પ્રસંગે યોજાઈ જ્ઞાન ગૌરવ રેલી

Text To Speech

પાલનપુર : ડીસામાં હજારો વિદ્યાર્થીઓનું ઘડતર કરી તેમના જીવનમાં જ્ઞાનપ્રકાશ પાથરનાર સરદાર પટેલ હાઇસ્કુલ ને 50 વર્ષ પૂર્ણ થતા તેના સુવર્ણ જયંતિ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં આજે  ડીસા નગરમાં જ્ઞાન ગૌરવ યાત્રા યોજાઈ હતી.

સુવર્ણ જયંતિ સમારોહ-humdekhengenews

સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ ડીસા સંચાલિત શ્રી સરદાર પટેલ હાઇસ્કુલ અને કુસુમબેન વિનોદચંદ્ર પટેલ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ડીસા ને 50 વર્ષ પૂર્ણ થતા સંસ્થા તેનો સુવર્ણ જયંતી સમારોહ ઉજવવા જઈ રહી છે. જેમાં આજે ડીસા નગરમાં જ્ઞાન ગૌરવ નગર યાત્રા યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ટ્રસ્ટીઓ જોડાયા હતા. આ જ્ઞાન ગૌરવ નગર યાત્રામાં વિદ્યાર્થીઓએ પર્યાવરણ બચાવો, પાણી બચાવો, સ્વચ્છતા જાળવો સહિતના સામાજિક પ્રેરણાત્મક સંદેશાઓ પાઠવ્યા હતા. બે દિવસ સુધી યોજનારા કાર્યક્રમમાં તારીખ 12 જાન્યુઆરીના રોજ સુવર્ણ જયંતિ સમારોહનું ઉદ્ઘાટન થશે. મહોત્સવ દરમિયાન ડીસા સહિત દેશ-વિદેશમાં વસતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નો સ્નેહમિલન સમારોહ યોજાશે. જ્યારે સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે.

Back to top button