આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલલાઈફસ્ટાઈલવર્લ્ડ

ગ્વાલિયર અને કોઝિકોડ યુનેસ્કો ક્રિએટિવ સિટીઝ નેટવર્કમાં સામેલ

નવી દિલ્હીઃ યુનેસ્કો ક્રિએટિવ સિટીઝ નેટવર્ક (UCCN)માં ભારતના ગ્વાલિયર અને કોઝિકોડ શહેરોનો સામેલ કરવામાં આવ્યા છે. UNESCOએ તેની સત્તાવાર વેબસાઇટ પર આની જાહેરાત કરી છે. આ ઉપરાંત, કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું કે, કેરળના કોઝિકોડને યુનેસ્કોના ‘સિટી ઑફ લિટરેચર’ તરીકે અને ગ્વાલિયરને યુનેસ્કોની નવીનતમ ક્રિએટિવ સિટીઝ નેટવર્ક યાદીમાં ‘સિટી ઑફ મ્યુઝિક’ તરીકે પસંદ કરાયું છે. યુનેસ્કો અનુસાર, ગ્વાલિયર અને કોઝિકોડ સહિત વિશ્વના કુલ 55 શહેરોને તેમની રચનાત્મકતા અને સાહિત્યના આધારે સ્થાન આપવામાં આવ્યું છે.

યુનેસ્કોએ 55 શહેરોની યાદી  રજૂ કરી

યુનેસ્કોએ 55 શહેરોની સંપૂર્ણ યાદી શેર કરી છે. તેમાં બુખારાને હસ્તકલા અને લોક કલા, કાસાબ્લાન્કાને મીડિયા આર્ટ, ચોંગકિંગને ડિઝાઇન, કાઠમંડુને ફિલ્મ, રિયો-ડી-જાનેરને સાહિત્ય અને ઉલાનબટાને શિલ્પ અને લોક કલાની યાદીમાં સામેલ કરાયા છે. અત્યાર સુધીમાં આ યાદીમાં 100થી વધુ દેશોના 350 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

UNESCO દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, ‘આ નવાં શહેરોને તેમની વિકાસની વ્યૂહરચનાઓના ભાગ રૂપે સંસ્કૃતિ, સર્જનાત્મકતાનો ઉપયોગ કરવા અને માનવ-કેન્દ્રિત શહેરી આયોજનમાં નવીન પ્રથાઓ દર્શાવવા માટે સ્વીકારવામાં આવ્યા હતા.

કેટલાક પ્રયાસો બાદ ગ્વાલિયરને UNESCOમાં મળ્યું સ્થાન

મધ્યપ્રદેશના પ્રવાસન વિભાગે ગ્વાલિયરનું નામ યુનેસ્કોના મ્યુઝિક સિટીમાં સામેલ કરવા માટે જૂન મહિનામાં યુનેસ્કોને સહાયક પત્ર મોકલ્યો હતો. આ પત્રમાં ગ્વાલિયરનો મહાન સાંસ્કૃતિક અને સંગીત ઇતિહાસ અને વારસા વિશે જાણકારી મોકલવામાં આવી હતી. ગ્વાલિયર ઘરાનાના મહાન સંગીતકારો તાનસેન અને બૈજુ બાવરાનો પણ ઉલ્લેખ હતો. તેમના પ્રયાસોનું ફળ મળ્યું અને હવે ગ્વાલિયરને ‘સિટી ઑફ મ્યુઝિક’નું બિરુદ આપવામાં આવ્યું છે.

કોઝિકોડને સાહિત્યિક શહેરનું બિરુદ મળ્યું

કોઝિકોડને સાહિત્યિક શહેરનું બિરુદ આપવામાં આવ્યું છે કારણ કે કોઝિકોડ સાહિત્યિક ઉત્સવો અને પુસ્તક મેળાઓનું નિયમિત સ્થળ છે. આમ, કોઝિકોડ યુનેસ્કો ‘લિટરેચર સિટી’નો દરજ્જો મેળવનાર પ્રથમ ભારતીય શહેર બન્યું છે. આ શહેર વર્ષોથી કેરળ લિટરેચર ફેસ્ટિવલ (KLF) સહિત સાહિત્યિક મેળાવડાનું સ્થળ પણ છે.

આ પણ વાંચો: હોયસલા મંદિરોનો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવેશ, પીએમ મોદીએ કહ્યુ-” તે ગર્વની વાત”

Back to top button