ટ્રેન્ડિંગસ્પોર્ટસ

ક્રિકેટ ઇતિહાસની સૌથી ખરાબ મેચોમાં વેસ્ટ ઈન્ડિઝ-દક્ષિણ આફ્રિકા વચ્ચેની ગયાના ટેસ્ટ સામેલઃ જાણો શું થયું?

Text To Speech
  • ગયાનાના મેદાન પર વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચ માત્ર ત્રણ દિવસમાં થઈ ગઈ સમાપ્ત
  • આ મેચમાં બંને ટીમોના બોલરોનો દબદબો જોવા મળ્યો, બેટ્સમેનો માટે એક રન બનાવવો પણ બન્યો ગણો ઘણો

ગયાના, 18 ઓગસ્ટ: વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી, જ્યારે ગયાનાના મેદાન પર રમાયેલી બીજી ટેસ્ટ મેચ માત્ર 3 દિવસમાં સમાપ્ત થઈ ગઈ હતી. આ મેચના પ્રથમ દિવસે કુલ 17 વિકેટ પડી હતી, બીજા દિવસે 8 વિકેટ પડી હતી અને ત્રીજા દિવસે 15 વિકેટ પડી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમે આ મેચ 40 રનથી જીતી હતી જેમાં વિયાન મુલ્ડરે પોતાની ઓલરાઉન્ડ રમતથી ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત કેશવ મહારાજનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. તે જ સમયે, ગયાના ટેસ્ટ મેચ હવે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસની ખરાબ યાદીમાં સામેલ થઈ ગઈ છે.

11 બેટ્સમેન તો ખાતું પણ ન ખોલાવી શક્યા

ગયાના ટેસ્ટ મેચમાં ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 14મી વખત એવું જોવા મળ્યું કે એક મેચમાં કુલ 11 ખેલાડીઓ ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યા. આ 14મી વખત સંયુક્ત રીતે સૌથી વધુ છે. આ ટેસ્ટ મેચમાં બંને ઈનિંગ્સ સહિત વેસ્ટ ઈન્ડિઝની ટીમના કુલ 4 ખેલાડીઓ પોતાનું ખાતું ખોલાવી શક્યા નહોતા જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમના 7 ખેલાડીઓ શૂન્યના સ્કોર સાથે પેવેલિયન પરત ફર્યા હતા. આ મેચમાં બંને ટીમો તરફથી શાનદાર બોલિંગ પ્રદર્શન જોવા મળ્યું હતું જેમાં વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર જેડન સીલ્સે કુલ 9 વિકેટ ઝડપી હતી.

દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝ સામે નોંધાવી સતત 10મી શ્રેણી

વેસ્ટ ઈન્ડિઝ સામે ગુયાના ટેસ્ટ મેચ જીતીને દક્ષિણ આફ્રિકાની ટીમ વેસ્ટ ઈન્ડિઝની ટીમ સામે સતત 10મી ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહી હતી. આ સાથે દક્ષિણ આફ્રિકા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં એક ટીમ સામે સતત 10 ટેસ્ટ શ્રેણી જીતનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આ પહેલા આ રેકોર્ડ ભારતીય ટીમના નામે હતો જે તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે 9 ટેસ્ટ શ્રેણી જીતીને રેકોર્ડ બનાવ્યો હતો.

આ પણ વાંચો: ઓલિમ્પિક બાદ આ ગેમ્સમાં ક્રિકેટને પણ કરવામાં આવશે સામેલ, ICC કરી રહ્યું છે તૈયારી

Back to top button