2025 સુધી આ 3 રાશિઓ પર ગુરૂ કૃપા, 10 મહિનાની અંદર તમામ તકલીફો દૂર
- દેવગુરુ ગુરુ ગ્રહ હાલમાં રોહિણી નક્ષત્રમાં છે અને લગભગ 12 વર્ષ બાદ ગુરુએ મે 2024માં વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. આ રાશિમાં ગુરૂ 13 મે, 2025 સુધી રહેશે
HD ન્યુઝ ડેસ્કઃ વૈદિક જ્યોતિષ અનુસાર તમામ ગ્રહ અને નક્ષત્ર એક નિશ્ચત સમયના અંતરે રાશિ પરિવર્તન કરે છે. ગ્રહના રાશિ પરિવર્તનની જેમ નક્ષત્ર પરિવર્તનનો પ્રભાવ પણ 12 રાશિઓ પર જોવા મળે છે. દેવગુરુ ગુરુ ગ્રહ હાલમાં રોહિણી નક્ષત્રમાં છે અને લગભગ 12 વર્ષ બાદ ગુરુએ મે 2024માં વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. આ રાશિમાં ગુરૂ 13 મે, 2025 સુધી રહેશે. ત્યારબાદ 13 જૂન 2024ના રોજ ગુરુએ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો હતો અને 20 ઓગસ્ટ, 2024 સુધી આજ નક્ષત્રમાં રહેશે.
શુક્ર વૃષભ રાશિ અને રોહિણી નક્ષત્રનો સ્વામી છે. આવા સંજોગોમાં શુક્રના નક્ષત્રમાં ગોચર કરી રહેલા ગુરુની આ સ્થિતિ 3 રાશિના જાતકોને ખૂબ લાભ અપાવશે. આ સમયગાળામાં આ રાશિના લોકોનું ભાગ્ય બદલાશે અને ભૌતિક સુખ-સુવિધાઓ મળશે. જાણો ગુરુનું નક્ષત્ર પરિવર્તન કઈ રાશિઓ માટે લાભકારી રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
ગુરુનું રોહિણી નક્ષત્રમાં જવું વૃષભ રાશિના જાતકો માટે શુભ સાબિત થશે કેમકે ગુરુ આ રાશિમાં વિરાજમાન છે. તમારા માટે તે ધન, સંપતિ, સમૃદ્ધિ વગેરે મેળવવાનો સૌથી સારો સમય હશે. તમને કાર્યસ્થળમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે. પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે આ અનુકુળ સમય છે. માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
સિંહ (મ,ટ)
ગુરુ સિંહ રાશિના કર્મ ભાવમાં સ્થિત છે અને તેથી આ પરિવર્તન તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આ સમયગાળામાં વેપારીઓને મોટી સફળતા મળશે. નોકરિયાત લોકો માટે આ સમય અનુકુળ છે. આ સમયગાળામાં તમને સારા સમાચાર મળી શકે છે. નોકરિયાત લોકો માટે પ્રમોશનના યોગ છે. ગુરુના પ્રભાવછી તમને ખૂબ પૈસા કમાવવાનો મોકો મળશે. નવી નોકરી શોધી રહેલા લોકોને સારા અવસરો મળશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
ગુરુ તમારા છઠ્ઠા ભાવમાં સ્થિત છે. તેથી નક્ષત્ર પરિવર્તન દરમિયાન તમારું ભાગ્ય ચમકી શકે છે. ધન રાશિનો સ્વામી ગુરુ હોવાથી આ સમય તેમના માટે અનુકુળ રહેશે. આ સમયગાળામાં કોર્ટ કચેરીમાં તમને વિજય મળશે. પ્રોપર્ટી કે શેર બજારમાં રોકાણનો આ સારો સમય છે. નવા કામની શરૂઆત માટે આ સમય ખૂબ સારો રહેશે.
આ પણ વાંચોઃ 24 દિવસ સુધી 3 રાશિઓની જીંદગી રાજા સમાન, શરૂ થશે ગોલ્ડન ટાઈમ